ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / accident between bike and truck in bhavnagar

ભાવનગર / ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા પોલીસકર્મીના પત્ની-પુત્રનું કમકમાટીભર્યુ મોત

Published By: Intern

Last Updated: 04:13 PM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના ચિત્રા નજીક અકસ્માતે માતા-પુત્રનું મોત થયું હતું. ગૌરવપથ રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હતી. બાઈક સવાર ત્રણ લોકો પૈકી માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત થયું છે. આ ઘટના બાદ ટ્રકચાલક શખ્સ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથધરી છે.

ADVERTISEMENT

  • ભાવનગરના ચિત્રા નજીક અકસ્માત
  • ગૌરવપથ રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને મારી હતી ટક્કર
  • બાઈક સવાર 3 પૈકી માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગત અનુસાર, સિહોરથી ભાવનગર ખરીદી કરવા આવેલો ટ્રાફિક પોલીસમેન જીતેન્દ્રભાઇ ચૌહાણનો પરિવાર ખરીદી કરી સિહોર પરત ફરતો હતો. ત્યારે ચિત્રા નજીક ટ્રકચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર તમામ ઢળી પડ્યા હતા. જેમાં ચાલકના પત્ની અને તેના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. 

અકસ્માતમાં માતા-પુત્રનું મોત 

અકસ્માતને પગલે તમામને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન બાળક તથા તેની માતનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ડી ડીવીઝન પોલીસે મૃતકના પી.એમ સહિતની કાર્યવાહી હાથ ધરીને અકસ્માત કરી નાસી જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવાર પર આભ તૂટી પડ્યું 

આપને જણાવી દઇએ કે, જીતેન્દ્રભાઇએ લગ્ન જીવનના 8 વર્ષ બાદ પુત્ર થવા પામ્યો હતો અને અકસ્માતમાં તે પુત્ર તથા તેની પત્ની મૃત્યુ પામતા જીતેન્દ્રભાઇ તથા તેના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar accident bhavnagar news ભાવનગર ભાવનગર ન્યૂઝ Bhavnagar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ