ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
યુક્રેનમાં રશિયાના વિમાનો આકાશમાંતી બોમ્બ નાખી રહ્યા છે અને બિજી તરફ વિશાળકાય ટેન્કો હવે સામાન્ય વાહનની જેમ રસ્તાઓ પર ફરી રહી છે. પરંતુ આ બધા વચ્ચે યુક્રેનના નાગરીકોની હિંમત તુટવાને બદલે વધી રહી છે. મોટી સંખ્યામા યુક્રેનની જનતા જવાબ આપવા માટે હથિયાર ઉઠાવી ચુકી છે.
Ordinary Ukrainians try to stop the #tank with the bare hands
— KyivPost (@KyivPost) February 26, 2022
#Ukrainians are invincible! #UkraineUnderAttack #UkrainiansWillResist #UkraineWar pic.twitter.com/jX4mKOxEPR
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ADVERTISEMENT
જોકે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમા એક શખ્સ ટેંકોના કાફલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં પણ એવું લખેલું ચે કે યુક્રેનીઓ અડગ છે. આ વીડિયો કીવ પોસ્ટ દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. જેમા એવું પણ લખવામાં આવ્યું છે સામાન્ય યુક્રેનીએ એકલા હાથે ટેંકોને રોકવાના પ્રયાસ કરી રહ્યા છે.
યુવકે ટેન્ક સામે આવી આખી ટેન્ક રોકી
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે એક સખ્શ ટેંકના કાફલાની આગળ આવી જાય છે અને તે ટેંકને રોકી રહ્યો છે. જ્યારે કાફલો રોકાય છે ત્યારે તે પોતાના ઘૂટણ પર બેસી જાય છે. જોકે આસપાસ ઉભેલા લોકો તેને પકડીને કિનારે લાવે છે ત્યારે ટેંક આગળ વધી શકે છે.
યુક્રેનના નાગરીકો દેશ માટે લડવા તૈયાર
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે યુક્રેનાના નાગરીકો પણ હવે દેશ માટે લડી રહ્યા છે. અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા યુક્રેનના એક સૈનિકે રશિયન ટેંકોનો રસ્તો રોકવા માટે એક પુલ સહિત પોતાને પણ બોમ્બથી ઉડાવી દીધો હતો. તે સૈનિકનું નામ વિટાળી શાકુન હોવાનું સામે આવ્યું છે. યુક્રેનની સેનાએ વિટાળીને બહાદુરીનું પ્રતીક ગણાવ્યો છે,
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો