બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / A young man from Jetpur fell into the trap of a foreign girl on social media
Malay
Last Updated: 04:31 PM, 5 July 2023
ADVERTISEMENT
જેતપુરમાં હિન્દુ યુવક સોશિયલ મીડિયામાં બાંગ્લાદેશી યુવતીની જાળ ફસાયો હોવાનું સામે આવ્યું છે. જેતપુરના નવાગઢનો આશિષ ગોસ્વામી નામનો યુવક ઇન્સ્ટાગ્રામ પર બાંગ્લાદેશી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ હિન્દુ યુવકનું બ્રેઇનવોશ કરી મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા પ્રેરિત કરાયો હોવાનો આરોપ લાગ્યો છે. યુવકનું યુટ્યૂબ તેમજ વેબસાઈટના માધ્યમથી બ્રેઇનવોશ કરાયું હોવાનો આરોપ લાગ્યો છે.
ADVERTISEMENT
આશિષે કર્યું ધર્મ પરિવર્તન
યુવકે છેલ્લા 6 મહિનાથી ધર્મ પરિવર્તન કર્યું છે અને તેણે પોતાનું નામ આશિષ ગોસ્વામીથી શેખ મોહમ્મદ અલસમી રાખ્યું છે. આજે પરિવારજનોએ મનાઈ કરવા છતાં યુવક સુન્નત કરાવવા હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જેની જાણ થતાંની સાથે જ વિવિધ હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
પિતાએ લગાવ્યો આરોપ
યુવતી લગ્ન માટે ધર્મપરિવર્તન કરવા દબાણ કરતી હતી તેવો પણ આરોપ લાગ્યો છે. યુવકના પિતા હરેશભાઈ ગોસ્વામીએ આરોપ લગાવ્યો છે કે, યુવક આખો દિવસ મસ્જિદમાં જ રહે છે, જ્યાં તે રોજ પાંચ સમયની નમાજ અદા કરે છે. બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીના કારણે તેણે મુસ્લિમ ધર્મ અપનાવી લીધો છે. તેણે પોતાનું નામ બદલીને શેખ મોહમ્મદ અલસમી કરી નાખ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.