ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / A submarine full of tourists to see the wreck of the Titanic has gone missing

ફૂટેલા નસીબ / ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે ગયેલા પ્રવાસીઓથી ભરેલી સબમરીન ગુમ, દરિયામાં 3.5 કિલોમીટર અંદર શું બન્યું

Published By: Mahadev Dave

Last Updated: 12:27 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઈટેનિક જોવા પ્રવાસીઓ સાથે જતી એક સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો છે.

ADVERTISEMENT

  • ટાઈટેનિકે જોવા પ્રવાસીઓ લઈ જતી સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં ગુમ 
  • સબમરીન ડૂબી ગયાનું સામે આવતા સ્થાનિક અધિકારીઓ પણ દોડતા થયા

ટાઈટેનિકે જલસમાધી લીધા બાદ ટાઇટેનિક સમુદ્ર સપાટીથી લગભગ 3,800 મીટર નીચે છે. જે ટાઈટેનિકના ડૂબ્યા બાદ તેના અવશેષો 1985માં ઊંડા સમુદ્રમાંથી મળી આવ્યા હતા. બાદમાં હાલ કેટલીક નાની સબમરીન દ્વારા પ્રવાસીઓને ટાઈટેનિકના અવસેસો બતાવવા લઈ જવામાં આવે છે. જેમાં જોવા માટે પ્રવાસીઓ દ્વારા અનેક સબમરીન ઉપયોગમાં લેવામાં આવે આ દરમિયાન ટાઈટેનિકે જોવા પ્રવાસીઓ સાથે જતી એક સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો છે.

વહીવટી તંત્ર દ્વારા ટીમોને તૈનાત કરી દેવાઈ
પ્રવાસીઓ સવાર આ સબમરીન ડૂબી ગયાનું સામે આવતા સ્થાનિક અધિકારીઓ પણ દોડતા થયા છે અને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. જોકે ગુમ થયેલી સબમરીન અંગે સ્પષ્ટ માહિતી મેળવવામાં તંત્ર સફળતાથી દુર છે. સર્ચ ઓપરેશન ન્યૂફાઉન્ડલેન્ડ પર ચલાવવામાં આવી રહ્યું છે. મહંત્વનું છે કે ગત ફેબ્રુઆરીમાં, ટાઇટેનિકના કાટમાળનો એક વિડિયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં જહાજના બાકીના અવશેષોના લગભગ 80 મિનિટના અનકટ ફૂટેજ દ્રશ્યમાન થતા હતા. બીબીસીએ બોસ્ટન કોસ્ટગાર્ડના નિવેદનના આધારે આ સમાચાર જાહેર કર્યા છે. 

3D સ્કેન પ્રકાશિત કરવામાં આવ્યું

મહત્વનું છે કે સબમરીનમાં કેટલા પ્રવાસીઓ સવાર હતા. તે સહિતના તમામ મામલે તપાસ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે મે મહિનામાં, જહાજના ભંગારનું સંપૂર્ણ 3D સ્કેન પ્રકાશિત કરવામાં આવ્યું હતું,

સંકળાયેલા મુદ્દાઓ

Submarine missing ourists ટાઈટેનિકનો કાટમાળ સબમરીન ગુમ ourists submarine missing

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ