ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:16 AM, 28 September 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજસ્થાનમાં એક ડોકટરે મહિલાને જણાવ્યુ કે તે કુંવારો છે
રાજસ્થાનમાં ભગવાન તરીકે ઓળખાતો ડોક્ટર હેવાન નીકળ્યો. એક સુંદર મહિલા ડોક્ટરને તેણે ખૂબ જ ચાલાકીથી ષડયંત્રમાં ફસાવી. એક સેમીનારમાં મળ્યા દરમિયાન તેણે ખુદને કુંવારો જણાવીને મહિલા સાથે મિત્રતા કરી લીધી. થોડા દિવસો બાદ જ પ્રેમનું નાટક કરી લગ્નનું વચન આપીને તેણે મહિલા ડોક્ટર સાથે સંભોગ પણ કર્યો, જ્યાં તેણે મીઠી વાતોમાં મહિલાને ફસાવીને તેની ન્યૂડ તસવીરો પણ લઇ લીધી, પણ ત્યાર બાદ જ તેની હકીકત સામે આવી ગઈ. મહિલા ડોક્ટર સામે તેના વિવાહિત હોવાનું રહસ્ય ખુલી ગયું.
ADVERTISEMENT
મહિલાની ન્યૂડ તસવીરો લઈને તેને ધમકી આપવા લાગ્યો
ડોકટરે પોતાની હવસ છીપાવવા માટે તે તસવીરોને વાયરલ કરવાની ધમકી આપી અને મહિલાનો બળાત્કાર કરવાનું શરુ કર્યું. મામલામાં શારીરિક અને માનસિક રૂપથી સંપૂર્ણ રીતે તૂટ્યા બાદ મહિલાએ પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં આરોપી ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરાવી. પીડિતાનાં રીપોર્ટનાં આધાર પર પોલીસે મામલાની તપાસ શરુ કરી દીધી છે.
ADVERTISEMENT
પીડિતાની FIR
જયપુરના પ્રતાપનગરમાં પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે તે 37 વર્ષની છે. ગત વર્ષે એક મેડીકલ સેમીનારમાં તેની મુલાકાત આરોપી ડોક્ટર મનીષ મીલ સાથે થઇ હતી, જ્યાર બાદ બંને વાતચીત કરવા લાગ્યા. તેણે ખુદને અવિવાહિત જણાવ્યો હતો. ત્યાર બાદ મહિલા સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યા. આ દરમિયાન આરોપી ડોક્ટરે તેના ન્યૂડ ફોટોઝ મોબાઈલમાં પાડી લીધા. ત્યાર બાદ ચાર મહિના પહેલા જ તેને જાણ થઇ કે આરોપી પહેલાથી વિવાહિત છે. આના પર તેણે આરોપી સાથે અંતર બનાવવાનું શરુ કરી દીધું. પણ આરોપી મનીષે ન્યૂડ ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપવા સાથે સાથે તેનો બળાત્કાર પણ કર્યો. તેણે મારપીટ પણ કરી. આરોપી વિરુધ કાર્યવાહી કરવામાં આવે. પીડિતા ડોક્ટરની રીપોર્ટ પર પોલીસે તપાસ શરુ કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ