બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / A big order of the Gujarat government in the matter of the washed-out road, fixed the responsibility

મહામંથન / ધોવાયેલા રસ્તા મામલે ગુજરાત સરકારનો મોટો આદેશ, જવાબદારી નક્કી કરી, શું રસ્તા ખાડે જતા અને કટકીરાજ અટકશે?

Dinesh

Last Updated: 10:38 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ગ અને મકાન વિભાગ ખુદ મુખ્યમંત્રી સંભાળી રહ્યા છે ત્યારે સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે જેનાથી એવી આશા બાંધી શકાય કે હવે રસ્તાઓ ખાડે જતા અટકશે

  • રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી 51 રસ્તા બંધ હતા
  • રાજ્યની પંચાયત હસ્તકના 34 રસ્તા બંધ હતા
  • જૂનાગઢમાં સૌથી વધુ 10 રસ્તા બંધ હાલતમાં હતા


રાજ્યમાં ખરાબ રસ્તાઓની સમસ્યા વર્ષો જૂની છે. ચોમાસાનો એક વરસાદ પડ્યો નથી કે રસ્તાઓની ખરાબ હાલત થઈ નથી. હવે સ્થિતિ એવી છે કે રસ્તા ખરાબ થવા અને પછી તેને રિપેર કરવા એક વિષચક્ર સમાન છે જેમાં સરવાળે ફસાવાનો વારો સામાન્ય નાગરિકને જ આવે છે. રસ્તા ખરાબ થાય એટલે તેના રિપેરિંગની કામગીરી થાય, કોઈ આક્રોશીત વ્યક્તિ હોય તો એ કોર્ટના દરવાજા ખટખટાવે, કોર્ટ સરકાર કે પાલિકાને ફટકાર લગાવે, સરકાર સારી-સારી વાતોનો રિપોર્ટ રજૂ કરે અને ફરી પાછી સ્થિતિ જૈસે થે જેવી થઈ જાય. હાલ માર્ગ અને મકાન વિભાગ ખુદ મુખ્યમંત્રી સંભાળી રહ્યા છે ત્યારે સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે જેનાથી એવી આશા બાંધી શકાય કે હવે રસ્તાઓ ખાડે જતા અટકશે અને સરવાળે સામાન્ય માણસ સુખાકારીનો અનુભવ કરી શકશે. આ નિર્ણય જવાબદારોની જવાબદારી દ્રઢપણે નક્કી કરવા અને જવાબદારોની કામગીરીને અલગ-અલગ ભાગમાં વહેંચીને તેને વધુ મજબૂત બનાવવાનો છે, નિર્ણયની રૂપરેખા તો એવી દેખાય છે કે હવે રસ્તાઓની સ્થિતિ સુધરશે અને જવાબદારોની જવાબદારી નક્કી થશે, ત્યારે આ નિર્ણય શું છે, કામગીરીના રિસ્ટ્રકચરિંગથી રસ્તાઓની સ્થિતિ કેવી રીતે સુધરશે, સરકાર લાંબા ગાળાના કેવા પગલા વિચારી રહી છે કે જેનાથી લાંબા સમય સુધી ટકાઉ રસ્તા લોકોને મળે.

રાજ્ય સરકારે નિર્ણય કર્યો
નજીવા વરસાદમાં રસ્તા ધોવાઈ જતા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, માર્ગ-મકાન વિભાગમાં અધિકારીઓના કાર્યક્ષેત્રની વધુ યોગ્ય વહેંચણી થશે અને રાજ્યના મોટાભાગના વિસ્તારમાં નજીવા વરસાદે રસ્તાઓ ધોવાઈ જાય છે તેમજ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એ નક્કી નથી થઈ શક્તું નથી. સારા રસ્તા બનાવવાના અનેક આયોજન છતા નક્કર કામગીરી થતી નથી અને એક તારણ પ્રમાણે ખરાબ રસ્તાથી કમરના દર્દો વધી ગયા છે. શહેરોમાં તો ખાડા કે ભૂવાને કારણે અકસ્માત બન્યાના અનેક બનાવ બન્યા છે.  ખરાબ રસ્તાની અનેક ફરિયાદો સરકાર સુધી પહોંચી હતી અને રાજ્યની હાઈકોર્ટમાં પણ આ મુદ્દે અરજી થઈ છે તેમજ હાઈકોર્ટ પણ સરકારને અનેક વખત રસ્તાની ગુણવત્તા અંગે ટકોર કરી ચુકી છે તેમજ રસ્તાની ગુણવત્તા બાબતે જવાબદારી ફિક્સ કરવા સરકાર એકશનમાં છે. 

રાજ્ય સરકારે શું નિર્ણય કર્યો?
માર્ગ-મકાન વિભાગની કામગીરી સુદ્રઢ બનાવવા કાર્યક્ષેત્રની વહેંચણીમાં ફેરફાર કરાયો છે. મુખ્ય ઈજનેર સ્ટેટ અને મુખ્ય ઈજનેર પંચાયતના સ્થાને રિજિયન મુજબ ત્રણ જગ્યા સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત એમ ત્રણ પ્રાંતના ત્રણ મુખ્ય ઈજનેર નીમાયા છે. ત્રણેય મુખ્ય ઈજનેરોએ પંચાયત અને રાજ્ય બંને રસ્તાની કામગીરી સંભાળવી છે તેમજ અઠવાડિયામાં બે દિવસ ગુણવત્તાને પ્રાધાન્ય આપતા કામની વિઝીટ કરવી અને નેશનલ હાઈ-વેની કામગીરી પણ ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચણી કરાઈ છે.  કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની કામગીરીનો વાર્ષિક રિવ્યુ કરાશે અને યોગ્ય કામગીરી નહીં હોય તો નિયમાનુસાર ઝડપી કાર્યવાહી કરવી પડશે. રાજ્યને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર પુરુ પાડવું અને ટેકનિકલ ઓડિટમાં રાજ્યની ઈજનેરી કોલેજના નિષ્ણાતને સમાવવાની સમીક્ષા કરવી. દક્ષિણ ગુજરાતમાં ગુણવત્તા અંગેનું ટેકનિકલ ઓડિટ અન્ય મુખ્ય ઈજનેરને સોંપવું અને કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ કન્સલ્ટન્સી અંગેનો સતત રેકોર્ડ રાખવો.

રાજ્યમાં વરસાદથી કેટલા રસ્તા બંધ?
રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી 51 રસ્તા બંધ હતા જેમાં રાજ્યની પંચાયત હસ્તકના 34 રસ્તા બંધ હતા. જૂનાગઢમાં સૌથી વધુ 10 રસ્તા બંધ હાલતમાં હતા અને રાજકોટમાં બે હાઈ-વે બંધ કરવામાં આવ્યા હતા. કચ્છમાં નેશનલ હાઈ-વે બંધ કરવામાં આવ્યો હતો

હાઈકોર્ટે રસ્તા અંગે શું કહ્યું હતું?
બિસ્માર રસ્તા અંગે હાઈકોર્ટે પાલિકા અને સરકારનું અનેકવાર ધ્યાન દોર્યું
અમદાવાદ મહાપાલિકાને હાઈકોર્ટે આદેશ આપ્યો હતો
હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે રસ્તાઓની સ્થિતિનું અઠવાડિક મોનિટરિંગ કરો
હાઈકોર્ટે કોર્પોરેશન અને સરકારને રિપોર્ટ કરવા તાકિદ કરી હતી
હાઈકોર્ટનું અવલોકન હતું કે VIP આવે ત્યારે યુદ્ધના ધોરણે રસ્તા બની જાય છે
હાઈકોર્ટે કહ્યું કે સામાન્ય માણસના નસીબમાં પરેશાની જ આવે છે

રાજ્ય કાનૂની સેવાસત્તામંડળનો રિપોર્ટ - 2022ની સ્થિતિના તારણ
શહેરના મોટાભાગના રસ્તા ઉબડ-ખાબડ છે અને રસ્તાઓનું લેવલ કે તેની સપાટી બરાબર નથી તેમજ કેટલાક વિસ્તારમાં રસ્તાની બંને બાજુના માર્ગ તૂટેલા છે. અસમાન રસ્તા હોય તેવા પણ અનેક વિસ્તાર તેમજ કેટલાક રસ્તામાં ફૂટપાથ નથી અથવા તો તૂટેલી છે. ફૂટપાથના પેવરબ્લોક પણ તૂટેલી હાલતમાં છે, અંડર કન્સ્ટ્રકશન કામગીરીથી વાહનચાલકોને પરેશાની છે અને રસ્તાઓ ઉપર ડ્રેનેજનું સમારકામ, ડ્રેનેજ, મેનહોલ તૂટેલી હાલતમાં છે. 

સરકારના આંકડા પણ આંખ ઉઘાડનારા
કેન્દ્રના માર્ગ-પરિવહન મંત્રાલયે 2017 થી 2019ના આંકડા આપ્યા હતા તે પ્રમાણે હાઈ-વે સહિત રસ્તામાં ખાડાને કારણે રાજ્યમાં અનેક અકસ્માત થયા અને ખાડાઓને કારણે 2017થી 2019 દરમિયાન ગુજરાતમાં 558 અકસ્માત થયા હતા. 558 અકસ્માતમાંથી 234 લોકોના મૃત્યુ થયા અને 548 લોકોને અકસ્માતમાં નાની-મોટી ઈજા પહોંચી છે. રાજ્યમાં ખાડાઓને કારણે અકસ્માતથી સૌથી વધુ મૃત્યુ 2017માં થયા હતા
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ