બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 93 Talukas received rain in last 24 hours in Gujarat

મેઘમલ્હાર / સૌથી વધુ કેશોદમાં 5.5 ઇંચ... છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં મેઘરાજા મહેરબાન, જાણો અન્ય કયા-કયા વિસ્તારોને ધમરોળ્યાં

Kishor

Last Updated: 08:42 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં મેઘાએ હેત વરસાવ્યું હતું. જેમાં કેશોદમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 93 તાલુકામાં વરસાદ
  • કેશોદમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ
  • કેશોદ પંથકમાં ભારે વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ

રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ ત્રાટક્યો હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીર ની આવક થઈ છે. તો સ્થાનિક નદીઓ ગાંડીતુર બનીને વહી હતી. આ ઉપરાંત વાવણી કરાયા બાદ ખેડૂતોના કાચા સોના જેવા પાક પર વરસાદ પડતા પાક પણ લહેરાઈ રહ્યા છે જેને લઇને ખેડૂતોના હૈયા હરખાયા હતા. વરસાદ અંગે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેશોદમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાહેર થવા પામ્યું છે.

મેંદરડામાં 3.5 ઈંચ, વાપીમાં સવા 3 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કેશોદમાં 5.5 ઇંચ, પલસાણામાં 3.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, મેંદરડામાં 3.5 ઈંચ, વાપીમાં સવા 3 ઈંચ વરસાદ પડ્યો હતો. તે જ રીતે વિસાવદરમાં સવા 3 ઈંચ, ગણદેવીમાં 3 ઈંચ, કપરાડામાં 2.5 ઈંચ, તિલકવાડામાં સવા 2 ઈંચ, ધોરાજીમાં સવા 2 ઈંચ, સુત્રાપાડામાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ઉમરપાડામાં સવા 2 ઈંચ, વંથલીમાં 2 ઈંચ, સુરતમાં 2 ઈંચ, પારડીમાં 2 ઈંચ વરસાદ
પાટણ-વેરાવળમાં પોણા 2 ઈંચ, ભેસાણમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ અને કોઝવે પર પાણી ફરી વળ્યા
કેશોદમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને લઈને આ પંથકના નદીનાળા અને ચેક ડેમો છલકાઈ ઉઠ્યા હતા. તો ઉતાવળી, ટોલોળી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. વધુમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ અને કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. તો અમુક ગામના કાચા રસ્તા પણ ધોવાયા જોવાનું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ