બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 8 inches of rain due to Cyclone Biporjoy in Dwarka

તારાજી / દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાના કારણે 8 ઈંચ વરસાદ: આખો જિલ્લો વેરવિખેર, 1500 વીજપોલ ધરાશાયી, દ્રશ્યો જોઈને ધ્રુજી જશો

Malay

Last Updated: 01:24 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Effect: બિપરજોય વાવાઝોડાએ દ્વારકામાં તારાજી સર્જી છે. ભારે પવન ફૂંકાતા કેબીનો, વૃક્ષો અને હોર્ડિંગ ધરાશાયી થયા છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદથી દ્વારકા આખું પાણી પાણી થઈ ગયું છે.

  • ઓખા બંદરે 10 નંબરનું સિગ્નલ હટાવી લેવાયું
  • ભારે પવનને કારણે અનેક વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી
  • નીચાણવાળા વિસ્તારમાં લોકોનું રેસ્ક્યૂ હાથ ધરાયું
  • ભારે પવનને કારણે કાચા મકાનોના પતરા તૂટ્યા

બિપોરજોય વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયા બાદ વિનાશક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપોરજોય વાવાઝોડાએ મચાવી ભારે તબાહી મચાવી છે. ગુજરાતના દરિયા કાંઠે બિપોરજોયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, અને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. બીજી બાજુ દ્વારકામાં અતિભારે વરસાદ પડ્યો છે. જિલ્લાના કેટલાક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 

1500 વીજપોલ ધરાશાયી થયા
વિગતવાર વાત કરીએ તો વાવાઝોડના કારણે સમગ્ર દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે અનેક વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. સમગ્ર જિલ્લામાં 1500 જેટલા  વીજપોલ ધરાશાયી થયા છે. ખાંભળિયાના કોલવા ભટ્ટ ગામમાં વીજપોલ ધરાશાયી થતાં ગામનો રસ્તો બ્લોક થઈ ગયો છે.  

400 ટીસીને થયું છે નુકસાન  
દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ જમીની તારાજી સર્જી છે. જિલ્લામાં 1500થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. 2 પોલ વચ્ચેના તાર તૂટ્યા છે અને 400 ટીસીને પણ નુકસાન થયું છું. દરિયાકિનારે આવેલ ગામડાઓના કાચા મકાનોને નુકસાન થયું છે. જિલ્લામાં PGVCLની 117 ટીમ ખડેપગે છે. 

અનેક વૃક્ષો થયાં ધરાશાયી
દ્વારકા શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારમાં પતરા અને શેડ ઉડી ગયા છે. બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયામાં અતિભારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને પગલે દરિયો ગાંડોતૂર થયો છે. દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાજોડાથી વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે.  જિલ્લામાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે. દ્વારકા, ભાટિયા,  ટંકારીયા, નાગેશ્વર, નાવદ્રા ખંભાળિયામાં વૃક્ષો પડ્યા છે. ટંકારિયામાં 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે.

ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાયા
દ્વારકામાં ભારે પવન સાથે 8 ઈંચ વરસાદ ખાબકતા સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે. દ્વારકામાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે પવન સાથે શહેરમાં વરસાદ ખાબકતા દ્વારકાની મામલતદાર ઓફિસમાં પાણી ભરાયા છે. ગણપતિ ચોકથી રબારી ગેટ સુધી વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત ભદ્રકાલી ચોકમાં આવેલ ભદ્રકાલી માતાજી મંદિર પાસે પાણી ભરાયા છે. 

 

રૂપેણ બંદરમાં રેસ્ક્યૂ ઑપરેશન
દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં NDRFએ રેસ્ક્યૂ હાથ ધર્યું છે. રૂપેણ બંદર વિસ્તારમાં સતત ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરાયું છે. 70 જેટલા લોકોનું NDRFએ રેસ્ક્યૂ હાથ ધર્યું છે.

ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ
દ્વારકાના ઓખા બંદરે 10 નંબરનું સિગ્નલ હટાવીને 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડું કચ્છથી પસાર થતાં સિગ્નલ બદલાવાયું છે. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઓખા બંદરે GMB દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ