બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 7 of the Indian stock markets costliest stocks which yields handsome returns

ફાઈનાન્સ / એક સ્ટોકનો ભાવ 76,000 રૂપિયા! આ છે શેરબજારના 7 સૌથી મોંઘા શેર જે લાખોમાં રિટર્ન કમાઈ આપે છે

Published By: Shalin

Last Updated: 09:27 PM, 23 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં મોટાભાગના રિટેલ રોકાણકારો મોંઘા શેરોમાં રોકાણ કરવાનું ટાળે છે. તેઓ સસ્તા શેરોમાં રોકાણ કરે છે.

ભારતમાં સૌથી મોંઘા શેરો કયા છે? આજે અમે તમારા માટે આવા 7 શેરની માહિતી લાવ્યા છીએ, જેમાં એક સ્ટોકની કિંમત ભારતીય શેરબજારમાં 10 હજાર રૂપિયાથી પણ વધુ છે. એટલું જ નહીં, કેટલાક શેરોએ છેલ્લા એક વર્ષમાં ઉત્તમ વળતર આપ્યું છે.

1. MRF

ભારતમાં હાલમાં MRF સૌથી મોંઘો શેર છે. 23 ડિસેમ્બર 2020ના રોજ તેની શેરની કિંમત 75,882 રૂપિયા હતી. 2020માં આ શેરે અત્યાર સુધીમાં 13 ટકા વળતર આપવામાં આવ્યું છે. રિટેલ રોકાણકારો આવા મોંઘા શેર ખરીદવાનું ટાળે છે. 31 માર્ચ 2019ના રોજ તે રૂપિયા 66,328 પર ટ્રેડ કરી રહ્યો હતો.

2. Honeywell Automation India 

આ શેર હાલમાં 37,780 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. 23 ડિસેમ્બરે શેરમાં સાડા આઠ ટકાનો વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2020માં અત્યાર સુધીમાં આ શેરે 30 ટકા વળતર આપ્યું છે. જ્યારે આ શેર 31 માર્ચ 2019માં 27,500 રૂપિયાનો હતો.

3. Page Industries 

23 ડિસેમ્બર 2020ના રોજ પેજ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂપિયા 27,685 પર બંધ થયો હતો. મોટા ફંડ હાઉસીસ આ સ્ટોકમાં ટ્રેડ કરતા હોય છે. 2020માં અત્યાર સુધીમાં આ શેરમાં 18 ટકાથી વધુ વળતર મળ્યું છે. 31 માર્ચ 2019 ના રોજ શેરનો ભાવ 23,369 રૂપિયા હતો.

4. Shree Cement

મોંઘા શેરની યાદીમાં શ્રી સિમેન્ટનું નામ આવે છે. 23 ડિસેમ્બરે શ્રી સિમેન્ટનો શેરનો ભાવ 23,950 રૂપિયા હતો. 2020માં આ શેરે અત્યાર સુધીમાં 17 ટકાનું વળતર આપ્યું છે. ગયા વર્ષે 31 માર્ચના રોજ શેરની કિંમત 20357 રૂપિયા હતી.

5. Nestle India 

23 ડિસેમ્બર 2020ના રોજ ફૂડ પ્રોડક્ટ કંપની નેસ્લે ઇન્ડિયાના શેરની કિંમત 18,720 રૂપિયા હતી. આ સ્ટોકે વર્ષ 2020માં અત્યાર સુધીમાં 23 ટકાનું વળતર આપ્યું છે. જ્યારે 31 માર્ચ 2019ના રોજ એક શેરની કિંમત રૂપિયા 14,790 હતી.

6. Abbot India 

23 ડિસેમ્બર 2020ના રોજ એબોટ ઇન્ડિયાનો શેર રૂપિયા15,790 પર ટ્રેડ કરી રહ્યો હતો. 2020માં આ શેરે 21 ટકાનું વળતર આપ્યું છે. શેરનો ભાવ 31 માર્ચ 2019 ના રોજ 13,073 રૂપિયા હતો.

7. 3M India 

3M India શેરનો વર્તમાન ભાવ 21,050 રૂપિયા છે. તેની હાલની માર્કેટ કેપિટલ 237.02 અબજ રૂપિયા છે. જો કે, છેલ્લા એક વર્ષમાં શેરમાં કોઈ તેજી જોવા મળી નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં શેર 24666ના સ્તરે પહોંચ્યો હતો. આ સિવાય 23 ડિસેમ્બરે પ્રોક્ટર અને ગેમ્બલ હાઇજીન એન્ડ હેલ્થ કેરના શેરની કિંમત 11,012 રૂપિયા છે, અને મોંઘા શેરમાં Boschનો શેર રૂપિયા 12,690 જેટલો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Share price business finance stock market ફાઈનાન્સ બિઝનેસ સ્ટોક માર્કેટ Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ