બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 7 more Gujarati students caught in USA in IELTS scam

કૌભાંડ / મહેસાણા અને ગાંધીનગરના વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ અમેરિકામાં ઝડપાયા, તમામની પાસે હતા IELTSના ખોટા સર્ટી

Dhruv

Last Updated: 11:43 AM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IELTSના 8 બૅન્ડ સાથે વિદ્યાર્થીઓને મહેસાણાથી કેનેડા અને કેનેડાથી અમેરિકા મોકલવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

  • IELTSના ખોટા સર્ટી સાથે વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ ઝડપાયા
  • કેનેડાથી ક્યુબિક રૂટથી ન્યૂયોર્કમાં વિદ્યાર્થીઓ પ્રવેશી રહ્યાં હતા
  • મહેસાણા અને ગાંધીનગરના 7 વિદ્યાર્થીઓ USAમાં ઝડપાયા

IELTSના ખોટા સર્ટી સાથે અમેરિકામાંથી વધુ 7 ગુજરાતી વિદ્યાર્થીઓ ઝડપાયા છે. આ વિદ્યાર્થીઓ કેનેડાથી ક્યુબેક રૂટથી ન્યુયોર્કમાં પ્રવેશી રહ્યાં હતા. તમામની પાસે 7થી 8 બૅન્ડના IELTS સર્ટી હતા.

આ તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા નહોતી આવડતી

મહેસાણા અને ગાંધીનગરના 7 ગુજરાતી વિદ્યાર્થીઓ USAમાં ઝડપી પડાયા. US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ ઈન્ફોર્સમેન્ટે આ વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. તમામની પાસેથી IELTSના સર્ટીફિકેટ મળી આવ્યા છે. તેઓ કેનેડાના સ્ટુડન્ટ વિઝાથી કેનેડામાં પ્રવેશ્યા હતા. મહેસાણા અને દિલ્હી એજન્ટ મારફતે તેઓ કેનેડા ગયા હતા. હવે આ તમામ વિદ્યાર્થીઓને અમેરિકાની કોર્ટમાં હાજર કરાશે. જણાવી દઇએ કે, આ તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા નહોતી આવડતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ IELTSની પરીક્ષા આપી વધુમાં વધુ બેન્ડ મેળવી વિદેશ જવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના માંકણજ, ધામણવા, સાંગણપુર અને રામનગર ગામના 4 યુવાનો કેનેડાથી અમેરિકામાં ઘૂસ મારતા ઝડપાયા હતા. IELTS બૅન્ડના કૌભાંડનો પર્દાફાશ થતા મહેસાણા SOGએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા SOGએ હાથ ધરેલી તપાસમાં કેનેડા મોકલનાર બે એજન્ટો અને બૅન્ડ મેળવી આપનાર એજન્ટની પૂછપરછ કરાતા IELTS બૅન્ડમાં મોટા માથાના નામ ખુલવાની સંભાવના છે.

મહેસાણા જિલ્લામાંથી કેનેડા અને કેનેડાથી અમેરિકા મોકલવાની માનવ તસ્કરી થતાં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે શિક્ષિત પણ ઠોઠ નિશાળીયા યુવાનોને IELTSની પરીક્ષા અપાવી 8 બેન્ડના સર્ટિફિકેટ આપી સુશિક્ષિત અને કાબેલ બતાવી કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરાવવાનો ઘટસ્ફોટ અમેરિકાની પોલીસે પકડતા થયો છે.

મહેસાણા IELTS કૌભાંડના તાર અમદાવાદ સુધી જોડાયા

આ ઘટનામાં ચારેય વિદ્યાર્થીઓએ નવસારીની હોટલ ફન સીટીમાં પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હોટલના મેનેજરે જણાવ્યું હતું કે, અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાનું હોટલ ફન સિટી સાથે વાર્ષિક ટાય-અપ છે તથા અહીં સમયાંતરે પરીક્ષાનું આયોજન થતું રહે છે. પોલીસે સમગ્ર મામલે હોટલ મેનેજર સહિત IELTSના કર્મચારીઓના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. પરિવાર સમગ્ર મામલે અજાણ હોવાનું રટણ કરી રહ્યો છે.

પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાના અધિકારીઓને નોટિસ: પોલીસ

SOG પોલીસ અધિકારી બી.કે રાઠોડે જણાવ્યું હતું કે, તપાસમાં બહાર આવ્યું હતું કે નવસારી ખાતે તેમની એક્ઝામ થઈ હતી. ત્યાં તપાસ કરી ફેકલ્ટીના નિવેદન પણ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી 25 લોકોની સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી છે.હાલ અમદાવાદની પ્લાનેટ એજ્યુકેશન સંસ્થા છે તે એક્ઝામનું હેન્ડલિંગ કરે છે. ત્યાંના ઓફિસરોને પણ તેમનું સ્ટેટમેન્ટ લખાવા માટે બોલાવવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ કોર્ટમાં એગ્રેજી નહોતા બોલી શક્યા

IELTSમાં 8 બેન્ડ મેળવીને અમેરિકા જવાનું કૌભાંડ આચર્યા મામલે માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના 4 યુવાનોને લઇને મહેસાણા SOG પોલીસ દ્વારા આ મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આ યુવકો જ્યારે બોટ મારફતે કેનેડા અને કેનેડાથી અમેરિકા જઇ રહ્યાં હતા એ દરમ્યાન તેઓને ત્યાંથી પકડવામાં આવ્યા હતા. આથી આ પકડાયેલા યુવકોને જ્યારે અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કારણ કે તેઓને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે આ યુવકો અંગ્રેજી ન હોતા બોલી શક્યા. આથી, આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

8 બેન્ડ પર અમેરિકા પહોંચેલા વિદ્યાર્થીઓ 

  • પટેલ ધ્રુવ રસિકભાઈ 
  • પટેલ નીલ અલ્પેશકુમાર
  • પટેલ ઉર્વીશ શૈલેષભાઈ 
  • પટેલ સાવન રાજેન્દ્રકુમાર

એજન્ટોએ પોલીસને નિલમ સિરામિકમાં બેસીને કામ કરતા હોવાનું જણાવ્યું હતું

વધુમાં આ મામલે એજન્ટો પણ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. કારણ કે તપાસમાં જીગર અને રવિએ પોલીસને ખોટું સરનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એજન્ટોએ પોલીસને નિલમ સિરામિકમાં બેસીને કામ કરતા હોવાનું જણાવ્યું હતું. આથી, મહેસાણાના નિલમ સિરામિક પર VTV પહોચ્યું. જ્યાં નિલમ સિરામિકના માલિકે એજન્ટોને ઓળખતા ન હોવાનું નિવેદન આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ