બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget 2024 / ઝીંગાનો બિઝનેસ કરતી કંપનીમાં તોફાની તેજી, અધધધ 61000% રિટર્ન, 1 રૂપિયાનો શેર 750ને પાર
Last Updated: 07:09 PM, 24 July 2024
છેલ્લા કેટલાક વર્ષોમાં અવંતિ ફીડ્સના શેર 61000% થી વધુ વધ્યા છે. કંપનીના શેર 1 રૂપિયાથી વધીને 750 રૂપિયા થઈ ગયા છે. બજેટમાં ઝીંગાના બિઝનેસને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઝીંગા બિઝનેસને લગતી કંપનીઓના શેરમાં ઝડપી વધારો થયો છે. બુધવારે આ કંપનીઓના શેરમાં 20%નો વધારો થયો છે. કંપનીઓના શેરમાં આ વધારો બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાત બાદ થયો છે. અવંતિ ફીડ્સ, વોટરબેઝ લિમિટેડ, એપેક્સ ફ્રોઝન ફૂડ્સ, ઝીલ એક્વા અને મુક્કા પ્રોટીન્સના શેર બુધવારે 20% સુધી ઉછળ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અવંતિ ફીડ્સના શેરમાં 61000 ટકાથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન અવંતિ ફીડ્સના શેર રૂ. 1 થી વધીને રૂ. 750 થયા છે.
ADVERTISEMENT
અવંતિ ફીડ્સનો શેર એક રૂપિયાથી રૂ.750 થયો
છેલ્લા 15 વર્ષમાં અવંતિ ફીડ્સના શેર 61000% થી વધુ વધ્યા છે. પ્રોન બિઝનેસ કંપની અવંતિ ફીડ્સનો શેર 31 જુલાઈ, 2009ના રૂ. 1.23 પર હતો. અવંતી ફીડ્સના શેર 24 જુલાઈ, 2024ના 17%થી વધુ વધીને રૂ. 756 પર પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષમાં અવંતિ ફીડ્સના શેરમાં 90% થી વધુનો વધારો થયો છે. જ્યારે છેલ્લા 5 દિવસમાં અવંતિ ફીડ્સના શેરમાં 25% થી વધુનો વધારો થયો છે.
બજેટની જાહેરાત બાદ આ કંપનીઓના શેરમાં 20%નો વધારો
સીફૂડ ઉદ્યોગ સાથે સંબંધિત કંપની વોટરબેઝ લિમિટેડનો શેર બુધવારે 20 ટકા વધીને રૂ. 102.18 થયો હતો. જ્યારે એપેક્સ ફ્રોઝન ફૂડ્સ લિમિટેડના શેર પણ 20 ટકાના ઉછાળા સાથે રૂ. 311.75 પર પહોંચી ગયા છે. બુધવારે કંપનીના શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. સીફૂડ બિઝનેસ સાથે જોડાયેલી કંપની Zeal Aquaનો શેર પણ 10 ટકા વધીને 15.35 રૂપિયા થયો છે.
બજેટમાં આ જાહેરાત કરવામાં આવી છે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2024ના ભાષણમાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર ઝીંગા ફાર્મિંગ માટે ધિરાણ આપવામાં મદદ કરશે. નાણામંત્રીએ કહ્યું છે કે પ્રોનના વિકાસ માટે ન્યુક્લિયસ સંવર્ધન કેન્દ્રોનું નેટવર્ક બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. નાણાપ્રધાને કહ્યું કે ઝીંગાની ખેતી, પ્રોસેસિંગ અને નિકાસ માટે નાબાર્ડ દ્વારા ધિરાણ પૂરું પાડવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.