ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6,000 crore coal scam suspected in Gujarat
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં મોટા પ્રમાણમાં કોરોડોનું કોલસા કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે ખાનગી અખબર દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં મોટા પ્રમાણમાં ખુલાસો કરવામાં આવ્યો છે. જેને લઈને હડકંપ મચી ઉઠ્યો છે. ખાણો માંથી કુલ 60 લાખ ટન જેટલો કોલસો કાઢવામાં આવ્યો જે ગાયબ છે અને તે કોલસો આખરે ક્યા ગયો તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે.
ADVERTISEMENT
સરકારી અધિકારીઓએ કોલસો ગાયબ કર્યો હોવાની આશંકા
સમગ્ર મામલે જો કોલસામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તો સરકારી અધિકારીઓ અને વેપારીઓએ રાજ્યનો કોલસો ગાયબ કરી દીધો હોય તેવી આશંકા સેવાઈ રહી છે. જે કોલસો ગાયબ થયો છે. તે કોલસો ગુજરાતના લઘુ-મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આપવાનો કોલસો હતો તેવી માહિતી સામે આવી છે.
ADVERTISEMENT
6 હજાર કરોડના કૌભાંડની આશંકા
કુલ 6 હજાર કરોડનું કોલસા કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. એવી આશંકા સેવાઈ રહી છે જે પણ કોલસો ગાયબ થયો છે કે કાળા બજારમાં વેચી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
દસ્તાવેજો અને વેબસાઈટના આંકડાની ચકાસણી કરવામાં આવી
આપને જણાવી દઈએ કે કોલસા કૌભાંડની આ સમગ્ર માહિતી સરકારી દસ્તાવેજો અને વેબસાઈટના આંકડાની ચકાસણી કરવામાં આવી ત્યારે સામે આવી છે. જેમા ડમી નામથી એજન્સીઓ ચાલતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. એટલે કે એવી એજન્સી કે જેનું કઈ અસ્તિત્વ જ નથી તેના નામને આધારે આ કોભાંડ આચરવામાં આવી રહ્યું હતું.
ADVERTISEMENT
સતત 14 વર્ષથી કોલસો કાળા બજારમાં વેચાતો હોવાની આશંકા
ઉલ્લેખનીય છે કે ખાનગી અખબાર દિવ્ય ભાસ્કરના રિપોર્ટ પ્રમાણે નામાંકિત કંપનીઓએ બારોબાર કોલસાનું વેચાણ કર્યું હોવાનો સામે આવ્યું છે. સાથેજ એજન્સીઓ દ્વારા અન્ય રાજ્યોના ઉદ્યોગોને કોલસો વેચાયો છે તેવો ખુલાસો પણ થયો છે. સાથેજ એવો ખુલાસો પણ થયો છે કે સતત 14 વર્ષથી એજન્સીઓએ કાળા બજારમાં કોલસો વેચી દીધો છે અને સરકારી અધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ