ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રશિયાએ યુક્રેન પર જે યુદ્ધ કર્યું છે તેના કારણે યુક્રેનમાં હાલ ઘણી ખરાબ પરિસ્થિતી છે. ત્યારે આવા સમયે એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો યુક્રેનની ખાર્કિવમાં આવેલ એક યુનિવર્સિટીનો છે. અહીયા ભારતીય વિદ્યાર્થીોએ ભોયરામાં આશરો લીધો છે અને સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ઘણો વાયરલ થયો છે.
Indian students have taken Shelter in the basement of a University in Kharkiv, Ukraine. They are worried as Food, money, essential supply running out. Modi ji 18000 Indians, many of them students, still in #Ukraine. Prayers for the safety of all. #StopWar #RussiaUkraineConflict pic.twitter.com/LnmhK8xUyM
— Imran Solanki (@imransolanki313) February 25, 2022
ADVERTISEMENT
ખોરાક પાણી વગર વિદ્યાર્થીઓ ભોયરામાં બેઠા
ADVERTISEMENT
આ વીદ્યાર્થીઓ અહીયા કેમના રહી રહ્યા છે તે તેમનું જ મન જાણે છે. કારણકરે તેમની પાસે ખોરાક પણ નથી અને રૂપિયા પણ નથી સાથેજ આવશ્યક ચિજવસ્તુઓનો પુરવઠો પણ પતી ગયો છે. આપને જણાવી દઈએ કે યુક્રેમાં 18 હજાર જેટલા ભારતીયો ફસાયા છે. જેમાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. જોકે સરકાર દ્વારા પણ યુક્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
13 સૈનિકોએ રશિયાએ ઉતાર્યા મોતને ઘાટ
ADVERTISEMENT
આજેપણ રશીયાએ યુદ્ધપોતમાં હાજર યુક્રેનના 13 જવાનોને મારી નાખ્યા છે. રશિયાએ તેમને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું સાથેજ એવું પણ કહ્યું જો નહી કરો તો હુમલો કરીશું. આ સમયે યુક્રેની પોસ્ટ દ્વારા રશિયાના સૈનિકોને અપશબ્દો બોલવામાં આવ્યા જેથી સ્થળ પર હાજર દરેક જવાનોને રશિયાના સૈનિકોએ મોતને ઘાટ ઉતારી દીધા
137 લોકોના મોત
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને કારણે પરિસ્થિતી હજું પણ ગંભીર છે. રશિયાના સેના દ્વારા હાલ પણ યુક્રેન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 137 લોકોના મોત થયા છે. સાથેજ 300 કરતા વધારે લોકો ઘાયલ પણ થયા છે. જેથી હવે આ મુદ્દે યુક્રેનના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું છે.
યુદ્ધમાં બધાએ એકલા છોડ્યા હોવાનો ઉલ્લેખ
ADVERTISEMENT
યુક્રેનના રાષ્ટ્રપત જેલેંસ્તિએ નિવેદન આપ્યું છે કે આ યુદ્ધમાં બધાએ અમને એકલા છોડી દીધા છે.સાથેજ તેમણે કહ્યું કે જે પણ લોકોએ પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો તેઓ કોઈ હિરોથી ઓછા નથી.
રશિયાએ શહેરોમાં પણ હુમલો કર્યો
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાએ પહેલા એવો દાવો કર્યો હતો કે તેઓ માત્ર સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરશે. પરંતુ તેઓ શહેરોમાં પણ હુમલો કર્યો. સાથેજ તેમણે કહ્યું રશિયા લોકોને મારી રહ્યું છે તે ઘણું ખોટું છે અને આ બાબતે તેને ક્યારેય માફી નહી આપવામાં આવે. વધુમાં તેમણે કહ્યું ઓડેસા દ્વીપ પર બધાજ સીમા રક્ષણ માર્યા ગયા છે. અને રશિયાના સૈનિકોએ ત્યા કબ્જો જમાવી લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો