બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જો તમે પણ સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખાસ કામના છે, કારણ કે 1 જાન્યુઆરી 2024 થી, 5 નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને તેની જેની સીધી અસર મોબાઈલ યુઝર્સ પર પડશે. એવામાં હવે દરેક લોકોએ 31 ડિસેમ્બર પહેલા આ કામ ખાસ પૂરા કરી લેવા જોઇએ નહીં તો નવા વર્ષથી ઘણા યુઝર્સ મોબાઈલ ફોન દ્વારા UPI પેમેન્ટ નહીં કરી શકે, સાથે જ અમુક લોકોના સિમ કાર્ડ પણ બ્લોક થઈ શકે છે.

ADVERTISEMENT
નવા સીમ કાર્ડ નિયમો
નવા વર્ષથી સરકાર નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે જેમાં નવું સીમ કાર્ડ મેળવવું મુશ્કેલ બની શકે છે કારણ કે આ માટે બાયોમેટ્રિક વિગતોની જરૂર પડશે. નવું સિમ લેતી વખતે આપવામાં આવે છે. આ બિલ રાજ્યસભા અને લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. આ પછી બિલ કાયદો બની જશે.
તમારું UPI ID બંધ થઈ શકે છે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ Google Pay, PhonePe અથવા Paytm ના એવા UPI ID ને નિષ્ક્રિય કરવાનો નિર્ણય લીધો છે જેનો ઉપયોગ એક વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો નથી. જો તમારી પાસે પણ UPI ID છે જેનો તમે એક વર્ષથી વધુ સમયથી ઉપયોગ કર્યો નથી, તો તે 31 ડિસેમ્બર પછી બંધ થઈ જશે.
ADVERTISEMENT
લોકર કરાર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને બેંક ઓફ બરોડા (BOB)માં બેંક લોકર ધરાવતા ગ્રાહકોએ બેંક સંબંધિત એક મહત્વપૂર્ણ કાર્ય 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. આરબીઆઈ દ્વારા તમામ બેંકોને તેમના ગ્રાહકોને બેંક લોકર માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો તમારી પાસે પણ SBI અથવા બેંક ઓફ બરોડામાં બેંક લોકર છે, તો તમારે આગામી 14 દિવસમાં આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે.

ADVERTISEMENT
SBI સ્કીમની છેલ્લી તારીખ
SBI અમૃત કલશ યોજના, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની વિશેષ FD યોજનાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2023 છે. આ 400 દિવસની FD સ્કીમ પર ઉપલબ્ધ મહત્તમ વ્યાજ દર 7.60% છે. આ વિશેષ FD પર પાકતી મુદતનું વ્યાજ કાપવામાં આવશે અને TDS બાદ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. આવકવેરા કાયદા હેઠળ લાગુ પડતા દરે TDS વસૂલવામાં આવશે. અમૃત કલશ યોજનામાં સમય પહેલા અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ Gmail એકાઉન્ટ્સ બંધ કરવામાં આવશે
જે Gmail એકાઉન્ટ્સ એક કે બે વર્ષથી ઉપયોગમાં લેવાયા નથી. ગૂગલ આવા તમામ જીમેલ એકાઉન્ટ બંધ કરી દેશે. નવો નિયમ વ્યક્તિગત Gmail એકાઉન્ટ પર લાગુ થશે. ટૂંકમાં જો તમે જુના Gmail એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તેને સક્રિય રાખવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.