બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / 5 fruits avoid in night before sleeping never eat

સ્વાસ્થ્ય એલર્ટ / રાત્રિના સમયે ભૂલથી પણ ન ખાવા જોઇએ આ 5 ફ્રૂટ્સ, નહીં તો સીધા થશો હોસ્પિટલ ભેગાં

Bijal Vyas

Last Updated: 10:26 AM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Tips: રાત્રે આ ફળો ખાવાથી ઊંઘમાં તકલીફ થશે અને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

  • ખોટા સમયે અને રીતે ફળ ખાવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે
  • રાત્રે જામફળ ખાવાથી એસિડિટી થઈ શકે છે 
  • સૂતા પહેલા નારંગી ખાવાથી તમારા પેટ માટે હિતાવહ નથી

Fruits To Avoid Before Bed: ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે પરંતુ તેને ખાવાનો યોગ્ય સમય જાણવો ખૂબ જ જરૂરી છે. ખોટા સમયે અને રીતે ફળ ખાવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. આવો એવા જ ફળો વિશે જાણીએ, જેમણે રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે આ ફળો ખાવાથી ઊંઘમાં તકલીફ થશે અને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. 

રાત્રે સુતા પહેલા ના ખાઓ આ ફળો
1. સફરજન

સારા સ્વાસ્થ્ય માટે દરરોજ એક સફરજન ખાવું ખૂબ જ જરૂરી છે. સફરજન ખાવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. જો કે, રાત્રે સફરજન ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. સફરજનમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે જે એસિડિટીની સમસ્યાનું કારણ બની શકે છે.

કેળાં ખાશો તો નહીં થાય પથરી, ઝાડા-કબજિયાતમાં કારગર છે સફરજન: જાણો 6 ફળોના  એવા ફાયદા, જે કોઈ નથી જાણતું fruits unknown health benefits use in your diet

2. કેળા
કેળા એનર્જી માટેનો સારો સોર્સ છે. તે ઇમ્યુનિટી શક્તિ માટે પણ સારું છે. કેળામાં કેલરીનું પ્રમાણ વધુ હોવા છતાં તેને પચવામાં સમય લાગે છે, તેથી તેને રાત્રે સૂતા પહેલા ન ખાવું જોઈએ.

3. જામફળ
જામફળમાં ફાઈબરની વધુ માત્રા પાચનક્રિયાને અસર કરે છે. રાત્રે તેને ખાવાથી એસિડિટી થઈ શકે છે જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ તેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. તે તમારી ઊંઘ પણ બગાડી શકે છે.

4. નારંગી
નારંગી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી પેટમાં એસિડની સમસ્યા થઈ શકે છે, જેના કારણે રાત્રે સૂવામાં મુશ્કેલી થઈ શકે છે. સૂતા પહેલા નારંગી ખાવાથી તમારા પેટ માટે હિતાવહ નથી.

કેળાં ખાશો તો નહીં થાય પથરી, ઝાડા-કબજિયાતમાં કારગર છે સફરજન: જાણો 6 ફળોના  એવા ફાયદા, જે કોઈ નથી જાણતું fruits unknown health benefits use in your diet

5. અનાનસ
અનાનસ ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ તે એસિડિક છે જે હાર્ટબર્નનું કારણ બની શકે છે. જો રાત્રે ખાવામાં આવે તો પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ તેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે પાઈનેપલ ખાવાથી પણ તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. રાત્રે આ ફળ ખાવાથી તમારા માટે સમસ્યા ઉભી થઇ શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ