બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આજનો જમાનો ગ્લોબલાઈઝેશનનો છે. આપણી આસપાસમાંથી ઘણા યુવાનો પૈસા કમાવા માટે અને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યા છે. કેનેડા, અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા આ જગ્યાઓ યુવાનોને વિદેશ જવા માટે હોટફેવરિટ છે. કેટલાક યુવાનો ભણીને પાછા આવે છે, તો ઘણા ત્યાં જ સ્થાયી થઈ જાય છે. ત્યારે આજે અમે તમને એવા છ દેશની વાત કરીશું, જ્યાં તમે સરળતાથી નાગરિક્તા એટલે કે PR મેળવી શકો છો. આ દેશના PR મેળવવા તમારે બસ 2-3 જરૂરિયાતો પૂરી કરવાની છે.
1. મેસેડોનિયા
ADVERTISEMENT
યુરોપ ભારતીયોની ગમતી જગ્યા છે. ઈસ્ટર્ન યુરોપમાં આવેલા મેસેડોનિયાનું નામ ભલે ઓછું જાણીતું હોય, પરંતુ PR મેળવવા માટે આ એક સારો દેશ છે. અહીંની નાગરિક્તા મેળવવા માટે તમારે બસ નાનકડી પ્રોસેસ કરવાની છે. મેસેડોનિયાની નાગરિક્તા મેળવવા માટે તમારે એક કારણ અને ઈરાદો દર્શાવવાનો છે. કોઈ પણ ભારતીય નાગરિક અહીં નાનકડો બિઝનેસ શરૂ કરીને 10 લોકલ વ્યક્તિઓને રોજગારી આપે, તો તેને PR સરળતાથી મળી જાય છે. નાગરિક્તા મેળવવાની આ પ્રોસેસ માત્ર એક વર્ષમાં જ પૂરી થઈ જાય છે.
ADVERTISEMENT
2. ઈક્વાડોર
ADVERTISEMENT
ભારતીયોને સરળતાથી PR આપતા દેશમાં એક નામ ઈક્વાડોરનું પણ છે. સાઉથ અમેરિકામાં વેસ્ટ કોસ્ટ પર આવેલો આ દેશ ભલે નાનો છે, પરંતુ અહીં વિકાસની અગણિત તકો રહેલી છે. જો કે, આ દેશ ટુરિઝમ અને ઈકોનોમિક ક્ષમતા માટે જાણીતો છે. જો તમે વિદેશમાં વસવા ઈચ્છો છો, તો આ દેશ ઉત્તમ તક આપે છે. ભારતીયોએ અહીં નાગરિક્તા મેળવવા માટે સ્થાનિક કરંસીમાં થોડું રોકાણ કરવું પડશે. જે બાદ ત્રણ વર્ષ સુધી ઈક્વાડોરમાં રહેવું ફરજિયાત છે. આટલું કરતા જ ઈક્વાડોરના PR મળી જશે.
3. સર્બિયા
ADVERTISEMENT
યુરોપના બાલ્કન વિસ્તારમાં આવેલા આ દેસની નાગરિક્તા મેળવવી સરળ છે. સર્બિયા વિશ્વના સૌથી સુંદર ગણાતા દેશોમાંનો એક છે. અહીં કુદરતી સોંદર્ય અદભૂત છે. જો તમે સર્બિયાના PR મેળવવા ઈચ્છો છો તો તમારે 3 વર્ષ સુધી અહીં રહેવું પડશે. સાથે જ તમારે અહીં નોકરી કે ધંધો કરવો પડશે. આટલું કરીને તમે સરળતાથી સર્બિયાના PR મેળવી શકો છો.
ADVERTISEMENT
4. એન્ટીગુઆ અને બારબુડા
આ બંને દેશ કેરેબિયન આઈલેન્ડમાં આવેલા છે. અહીં પણ તમે ઈન્વેસ્ટમેન્ટના આધારે સરળતાથી નાગરિક્તા મેળવી શકો છો. અહીંની ટુરિઝમ ઈન્ડસ્ટ્રી અને વિદેશી ફાઈનાન્સ વિશ્વભરમાં જાણીતા છે. આ દેશની નાગરિક્તા મેળવવા માટે તમારે રિયલ એસ્ટેટમાં થોડું રોકાણ કરવાનું રહે છે. રોકાણ ન કરી શકો તો નોન રિફંડેબલ ડોનેશન આપીને પણ તમે નાગરિક્તા મેળવવી શકો છો. બસ આટલું કરતા જત મને નાગરિક્તા મળી જશે.
5. રશિયા
રશિયા પહેલેથી જ ભારતીયોને ગમતો દેશ રહ્યો છે. મિત્ર દેશ હોવાને કારણે અહીં જવું સેફ પણ છે. રશિયા પણ ભારતીયોને સરળતાથી નાગરિક્તા આપે છે. અહીંની નાગરિક્તા મેળવવાની પ્રોસેસ ભલે અઘરી લાગે, પરંતુ અન્ય દેશોની સરખામણીએ તે સરળ છે. રશિયન નાગરિક્તા મેળવવા માટે ભારતીય નાગરિકે ત્રણ વર્ષ પર્મેનેન્ટ રેસિડેન્ટ તરીકે રહેવું પડે છે, ટેક્સ ચૂકવવા પડે છે, અને કોઈ પણ કાયદાકીય કાર્યવાહીથી બચવાનું હોય છે. સાથે જ તમારે રશિયન ભાષા શીખવી જરૂરી છે. જો આટલું કરશો, તો રશિયા તમને પોતાના નાગરિક બનાવી લેશે.
નોંધ: કોઈ પણ દેશના પીઆર અથવા વિઝા માટે અપ્લાય કરતા પહેલા વિઝા નિષ્ણાતની સલાહ જરૂર લો. ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.