બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / 5 countries of the world, where you get millions of rupees to live, some things are also given for free
ADVERTISEMENT
વિદેશમાં ફરવા જવાના દરેક લોકો શોખીન હોય છે અને આ ફરતાં દરેક લોકોને વિચાર આવતો હોય કે અહીં જ વસી જઈએ. આમ પણ વિકસિત દેશોમાં રહેવું એ ઘણા લોકોનું સપનું હોય છે, પરંતુ તે પૂરું કરવું સરળ નથી કારણ કે ત્યાં સ્થાયી થવા માટે ઘણા પૈસા અને સખત મહેનતની જરૂર પડે છે.
.jpg)
ADVERTISEMENT
જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે જે લોકોને તેમની વસ્તી વધારવા માટે ત્યાં રહેવા માટે આમંત્રણ આપે છે અને તેના માટે તેમને પૈસા ચૂકવે છે, સાથે જ ઘણી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપે છે.
વર્મોન્ટ (Vermont)
વર્મોન્ટ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં પહાડોથી ઘેરાયેલ એક રાજ્ય છે. આ શહેરમાં રિમોટ વર્કર્સને સ્ટેટ રિમોટ વર્કર ગ્રાન્ટ પ્રોગ્રામ હેઠળ 2 વર્ષ માટે $10,000 એટલે કે અંદાજે રૂ. 7.4 લાખ ઓફર કરવામાં આવે છે.
ADVERTISEMENT
અલાસ્કા (Alaska)
અમેરિકાના અલાસ્કામાં ઠંડીના કારણે ઘણા ઓછા લોકો રહી શકે છે અને આ કારણે સરકાર દ્વારા દર વર્ષે અંદાજે $2,072 એટલે કે રૂ. 1.5 લાખ આપવામાં આવે છે. જો કે અહીં રહેવા આવેલ લોકોને એક શરત માણવાની રહે છે કે તેઓએ ઓછામાં ઓછા એક વર્ષ સુધી ત્યાં રહેવું પડશે.

ADVERTISEMENT
અલ્બીનેન Switzerland
સ્વિટ્ઝર્લેન્ડનું એક નાનકડું ગામ અલ્બીનેન સ્વિસ પર્વતોથી ઘેરાયેલું છે. સરકાર 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આ ગામમાં આવીને રહેવાના 20 લાખ રૂપિયા અને બાળક દીઠ 8 લાખ રૂપિયા આપી રહી છે. પરંતુ અહીં સરકારની એક શરત છે કે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ત્યાં રહેવું પડશે.
એન્ટીકીથેરા (Antikythera)
એન્ટિકિથેરા એક ગ્રીક ટાપુ છે જ્યાં સરકાર વસ્તી વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. એવામાં અહીં વસવાટ માટે ગયેલ વ્યક્તિને 3 વર્ષ માટે આશરે 45 હજાર રૂપિયા દર મહિને ચૂકવવામાં આવે છે. સાથે જ સરકાર રહેવા માટે જમીન કે આવાસ પણ અપાઈ રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: સફેદ રણ સિવાય પણ કચ્છનાં આ સ્થળ છે શાનદાર, સોશિયલ મીડિયા પર થયા છે વાયરલ
પોંગા (Ponga)
ઉત્તર સ્પેનમાં આવેલ આ ગામ એક નાનું પર્વતીય પ્રદેશમાં છે. સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે આ સ્થળ નવવિવાહિત લોકો માટે સ્વર્ગ જએવું છે. અહીં કપલ્સ રહેવા આવે એ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંથી યુવા કપલને લગભગ $3,600 એટલે કે લગભગ 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ સાથે અહીં જન્મેલા દરેક બાળકને $3,600 આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.