બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અમદાવાદ / 300 beds were made for children in Civil of Ahmedabad

કવાયત / ચીનમાં અણધારી આફતે મચાવ્યો કોહરામ! અમદાવાદની સિવિલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા, વેન્ટિલેટર-PPE કીટ પણ તૈયાર

Priyakant

Last Updated: 03:32 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Civil Hospital Latest News: સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે, આ એક ન્યુમોનિયા ટાઇપનો જ રોગ, સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા

  • ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ
  • સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે બનાવાયા વોર્ડ
  • ચીનમાં ફેલાયેલી અણધારી બિમારીને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ 
  • અજાણી બીમારીને લઇ સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીનું નિવેદન 
  • આ એક ન્યુમોનિયા ટાઇપનો જ રોગ છે: રાકેશ જોશી 

Ahmedabad Civil Hospital : ચીનમાં અણધારી આફતે કોહરામ મચાવ્યા બાદ હવે અમદાવાદ સિવિલમાં પણ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ બનાવાયા છે. ચીનમાં ફેલાયેલી અણધારી બિમારીને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે. નોંધનિય છે કે, ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ પણ આ અજાણી બીમારીને લઈ નિવેદન આપ્યું છે. રાકેશ જોશીએ કહ્યું કે, આ એક ન્યુમોનિયા ટાઇપનો જ રોગ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા છે. આ સાથે તેમણે કહ્યું કે, ચીનમાં ફેલાતા રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યા છીએ. બાળકોમાં H9N2 કેસ અને શ્વાસ સંબંધી રોગો પર નજર રખાઇ રહી છે. જેને લઈ સાવચેતીના ભાગરૂપે સિવિલમાં વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે. 

સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારીઓ
સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરનો પૂરતો જથ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોમાં ફેફસાંમાં બળતરા, આકરો તાવ જણાય તો ડૉક્ટરને બતાવો. ઉધરસ અને શરદી જેવાં લક્ષણો જણાય તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. આ સાથે તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલોમાં તમામ તૈયારી કરવામાં આવી છે. તેમજ જરૂર જણાયે આઈસોલેશન વોર્ડ શરૂ કરાશે. રાકેશ જોશીએ કહ્યું કે, આ રોગ ભારતમાં આવે એવું નથી લાગતું. છતા પણ આપણે એનો સામનો કરવા સજ્જ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ