બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 3 senior IPS officers get transferred samsher singh posted as vadodara CP
ADVERTISEMENT
વડોદરાના પોલીસ કમિશનર બદલાયા
આ બદલીઓમાં વડોદરા પોલીસ કમિશનર તરીકે R B બ્રહ્મભટ્ટની બદલી કરીને એડિશનલ DGP ડો સમશેરસિંહને મુકાયા. IPS R B બ્રહ્મભટ્ટની બદલી કરીને તેમને એડિશનલ DG ઇન્ક્વાયરીઝ (ગાંધીનગર) તરીકે મુકાયા છે. આ સાથે ઈન્ક્વાયરીઝનો હાલનો એડિશનલ ચાર્જ સાંભળતા બ્રજેશ કુમાર ઝાને મુક્ત કરવામાં આવશે.
ADVERTISEMENT
માનવ અધિકાર વિભાગ (ગાંધીનગર)નો વધારાનો હવાલો સોંપાયો
R B બ્રહ્મભટ્ટને આ સાથે માનવ અધિકાર વિભાગ (ગાંધીનગર)નો વધારાનો હવાલો સોંપાયો હોવાથી તેને હાલ એડિશનલ ચાર્જમાં સાંભળી રહેલા વિનોદ કુમાર મોલને મુક્ત કરવામાં આવશે.
ADVERTISEMENT
IPS રાજુ ભાર્ગવને એડિશનલ DG આર્મ્ડ યુનિટ્સ (ગાંધીનગર) તરીકે મુકાયા
આ ઉપરાંત સેન્ટ્રલ ડેપ્યુટેશનથી આવેલા IPS રાજુ ભાર્ગવને એડિશનલ DG આર્મ્ડ યુનિટ્સ (ગાંધીનગર) તરીકે મુકાયા છે. તેમને આ પદે મુકવામાં આવતા ડો પ્રફુલા કુમાર રોશનને વધારાના હવાલાથી મુક્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કોણ છે IPS સમશેર સિંહ?
ADG કેડરના અધિકારી સમશેર સિંહ 1991ની બેચના IPS અધિકારી છે. તેઓ પ્રતિષ્ઠિત IIT દિલ્હીના વિદ્યાર્થી રહી ચુક્યા છે અને ગુજરાત પોલીસમાં તેમણે વિવિધ પોસ્ટ ઉપર ફરજ બજાવી છે. પોલીસ બેડામાં તેઓ કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે.
ADVERTISEMENT
R B બ્રહ્મભટ્ટે અંગત કારણોસર બદલી માંગી: સૂત્ર
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે R B બ્રહ્મભટ્ટે અંગત કારણોસર સામે ચાલીને સરકાર પાસેથી વડોદરા પોલીસ કમિશનરના પદેથી બદલીની રજૂઆત કરી હતી અને સરકારે આ રજૂઆત સ્વીકારી હતી તેવું જાણવા મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.