બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / 3 punjabi students killed in a car accident in windsor canada

દુઃખદ / કેનેડામાં એક કાર અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીઓના મોત; જાણો સંપૂર્ણ ઘટના

Published By: Shalin

Last Updated: 05:41 PM, 6 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના ઓન્ટારિયો ક્ષેત્રના પોલીસ વિભાગ વડે કરવામાં આવેલી એક ટ્વીટ મુજબ ૪થી ઓક્ટોબરની રાત્રે ૧ વાગીને ૩૦ મિનીટની આસપાસ “ઓઈલ હેરીટેજ લાઈન” પાસે કાર અકસ્માત નોંધાયો હતો જેમાં ૩ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. મૃતકોમાં નામ તનવીર સિંઘ, ગુરવિંદર સિંઘ અને હરપ્રીત કોર જાહેર થયા છે.

પોલીસને મળેલી વિગતો મુજબ કેનેડાના વિન્ડસરની સેઇન્ટ કલૅર કોલેજમાં ભણતા પંજાબના ૩ વિદ્યાર્થીઓના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. આ ઘટના ઓન્ટારિયોમાં “ઓઈલ સ્પ્રીન્ગ્સ”ની દક્ષિણે આવેલા “ઓઈલ હેરીટેજ લાઈન” પાસે બની છે. 

પોલીસને મળેલ માહિતી તેમણે ટ્વીટર ઉપર મૂકી હતી જેમાં આ અક્સમાતને ટ્રીપલ ફેટલ ક્રેશ એટલે કે ૩ વ્યક્તિઓના મૃત્યુ થાય તેટલો ઘાતક અકસ્માત હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની સાથે સાથે લેમ્બટન ઈમરજન્સી મેડીકલ સર્વિસીસ અને ઓઈલ સ્પ્રિંગ વિભાગના ફાયર ડીપાર્ટમેન્ટે પણ તાત્કાલિક કામગીરી શરુ કરી દીધી હતી. આ ઘટના બન્યા બાદ તરત જ “એબરફેલ્ડી લાઈન” અને “ગમ બેડ લાઈન” વચ્ચેનો રસ્તો બંધ કરી દેવાયો હતો. જો કે ૨૨ કલાક પછી પોલીસે ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે અકસ્માત થયેલી ગાડીનો કાટમાળ હટાવ્યા પછી આ રસ્તાને ફરીથી ચાલુ કરી દેવાયો હતો. 

આ સાથે જ વિસ્તારની સ્થાનિક ન્યુઝ એજન્સીએ અહેવાલ આપતા જણાવ્યું છે કે ૪ વ્યક્તિઓ વાહન ચલાવી રહ્યા હતા જેમાંથી ૩ના મોત નીપજ્યા છે જયારે ડ્રાઈવરનો બચાવ થયો છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. જે ત્રણના મોત નીપજ્યા છે એ ત્રણેય પાછલી સીટ ઉપર બેઠા હતા. 

મૃત્યુ થનાર ત્રણેય વિદ્યાર્થીઓના નામ તનવીર સિંઘ, ગુરવિંદર સિંઘ અને હરપ્રીત કોર જાહેર થયા છે. ત્રણેય વિન્ડસરની સેઇન્ટ કલૅર કોલેજના વિદ્યાર્થીઓ હતા. ત્રણેયની ઉંમર વીસ વર્ષની આસપાસની જ હતી. અહી ઉલ્લેખનીય છે કે કેનેડામાં વસતા પંજાબી શીખોની સંખ્યા ખુબ વધુ (આશરે ૫ લાખ) છે. આ ઉપરાંત વિન્ડસર શહેરની અલગ અલગ કોલેજોમાં ગુજરાતી સહિત અને ભારતીયો અને દેશ વિદેશના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે.  

આ સાથે એવા પણ અહેવાલ બહાર આવ્યા છે કે અથડામણનું મુખ્ય કારણ ઓવર સ્પીડીંગ એટલે વધુ પડતી ઝડપે વાહન હંકારવું હતું. વધુ ઝડપને કારણે ડ્રાઈવરે ગાડી ઉપરનું નિયંત્રણ ગુમાવી દીધું. ગાડી ધડાકાભેર ઉંધી વળી ગઈ અને તમામ ગાડીની બહાર ફંગોળાયા. આ બનાવમાં ૩ વ્યક્તિઓના ત્યાં જ મૃત્યુ થઇ ગયા. અહેવાલ મુજબ બચાવ પામેલા ડ્રાઈવર સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આલેખન : શાલીન ખત્રી, અમદાવાદ 

સંકળાયેલા મુદ્દાઓ

Indian students canada car accident કાર અકસ્માત કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ Sad News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ