ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 person death in tragic accident on Patan Deesa Highway

કરૂણાંતિકા / પાટણ ડીસા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે જ 3 લોકોના મોત

Published By: Ronak

Last Updated: 03:26 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ-ડીસા હાઈવે પર ડમ્મર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા 3 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકો સંબંધ માતા-પુત્રી અને પુત્ર હોવાનું સામે આવ્યું છે અને તેઓ રેવાચી ગામના રહેવાસી હતા.

ADVERTISEMENT

  • પાટણ ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત 
  • અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત 
  • મૃતકો રેવચી ગામના રહેવાસી 

રાજ્યમાં વધી રહેલા અકસ્માતના બનાવો હવે એક ગંભીર મુદ્દો બનતો જાય છે. ત્યારે પાટણ ડીસા હાઈવે પર વધુમાં ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના કરૂણ મોત થયા છે. આ અકસ્માત એટલો ગંભીર રીતે સર્જાયો હતો કે ઘટના સ્થળેજ ત્રણેય લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. 

માતા, પુત્ર અને પુત્રીના મોત 

રેવચી ગામે રહેતા દેસાઈ પરિવારને આ અકસ્માત નડ્યો છે. જેમા 3 લોકોના મોત થયા મૃતકો સંબંધમાં માતા પુત્રી અને પુત્ર હોવાનું સામે આવ્યું છે. જેથી આ ગમખ્વાર અકસ્માતને કારણે રેવચી ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. 

બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત 

બાઈક અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો જેમા બાઈક પર સવાર માતા પુત્રી અને પુત્રનું કરૂણ મોત થયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળેજ ત્રણેયના મોત થયા હતા. આ અકસ્માતને કારણે રોડ પર પણ મોટી સંખ્યમાં ટ્રાફીક જામ થઈ ગયો હતો. જોકે ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોચી હતી અને તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રેવાચી ગામમાં શોકનો માહોલ 

ઉલ્લેખનીય છે કે પાટણ-ડીસા હાઈવે પર આ અકસ્માત સર્જાયો છે. બાઈક અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો જેમા 3 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકો સંબંધમાં માતા પુત્ર અને પુત્રી થતા હોવાનું સામે આવ્યું છે. મૃતકો દેસાઈ પરિવારના હતા અને રેવાચી ગામે રહેતા હતા. જેથી તેમના મોતને કારણે ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

3 dead 3ના મોત Patan accident patan deesa highway અકસ્માત પાટણ પાટણ ડીસા હાઈવે Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ