બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 10:42 AM, 9 December 2023
ADVERTISEMENT
મલયાલમ ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રી લક્ષ્મીકા સજીવનનું દુ:ખદ નિધન થયું છે. લક્ષ્મીકા માત્ર 24 જ વર્ષની હતી અને હાર્ટઍટેક કારણે અંતિમ શ્વાસ લીધા.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર લક્ષ્મીકા UAE ની એક બેન્કમાં નોકરી પણ કરી રહી હતી, જ્યાં હાર્ટઍટેકના કારણે તેનું નિધન થયું છે. લક્ષ્મીકાના સમાચાર સાંભળીને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.
ADVERTISEMENT
મલયાલમ સિનેમામાં શોર્ટ ફિલ્મ કક્કાના કારણે લક્ષ્મીકા ખૂબ જાણીતી થઈ હતી. આ ફિલ્મમાં તેણે પંચમીનો રોલ કર્યો હતો જે દર્શકોને ખૂબ પસંદ આવ્યો. દર્શકોની સાથે સાથે ક્રિટિક્સે પણ ખૂબ વખાણ કર્યા હતા. આ ફિલ્મનું ડાયરેક્શન અજૂ અજિશે કર્યું હતું. OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મને 60 લાખથી વધુ લોકોએ જોઈ હતી.
આ સિવાય, 'Puzhayamma' ,'Panchavarnathathaa', 'Saudi Vellakka' ,'Uyare','Oru Kuttanadan Blog', 'Oru Yamandan Premakatha' અને 'Nityaharitha Nayagan' ફિલ્મોમાં પણ લક્ષ્મીકાએ કામ કર્યું હતું. છેલ્લે કૂન ફિલ્મ કરી હતી જે 2021માં રીલીઝ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.