ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 20 thousand for the preparation of competitive exams like Talati
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્યમાં સામાજિક ન્યાય હેઠળ વિવિધ વિભાગો કામ કરતા હોય છે. જેમા અનુસુચિત જાતી માટે નિયામક સમાજ સુરક્ષા, નિયામત વિકસિત જાતિ કલ્યાણ જેવા વિભાગો ચાલે છે જેમના થકી ઘણી બધી કલ્યાણ કારી યોજનાઓ પણ ચલાવામાં આવે છે. ઉદાહરણ તરીકે માનવ ગરિમા યોજના પણ આ વિભાગો દ્વારાજ ચલાવામાં આવે છે.
સહાય યોજનાના ફોર્મ સ્વીકારાશે
ADVERTISEMENT
SC જાતીના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની તૈયારી માટે સ્પાર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે પણ સહાય આપવામાં આવે છે. સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ પોર્ટલ દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવામાં આવ્યું છે. એસસી જાતીના વિદ્યાર્થીઓ માટે સ્પાર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સહાય યોજના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે
વિદ્યાર્થીઓના ખાતામાં જશે સીધી રકમ
ADVERTISEMENT
જે વિદ્યાર્થીઓ UPSC, GPSC First Class અને Second class, IBPS, ગૌણ કે અન્ય પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે અને તેઓ SC જાતીમાં આવે છે. તેમને આ આર્થિક સહાય આપવામાં આવે છે. જેમા આ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓના ખાતામાં સીધી રકમ જમા થતી હોય છે.
આર્થિક સ્થિતી સારી ન હોય તેમને મળશે લાભ
ADVERTISEMENT
જે પણ વિદ્યાર્થીઓ SCમાં આવે છે અને તેમની આર્થિક પરિસ્થિતી સારી નથી. પરંતુ તેઓ ઈચ્છે છે કે તેમને સારુ શિક્ષણ મળી રહે. તો તેમના માટે આ તાલીમ માટેની રકમની સહાય આપવામાં આવશે. જેથી તેઓ સારુ શિક્ષણ મેળવી શકે અને સ્પાર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરી શકે.
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર આ સહાય યોજનાના ફોર્મ ભરાય છે
ADVERTISEMENT
માતાપિતા સરકારી નોકરી ધરવાતા ન હોવા જોઈએ
ADVERTISEMENT
જે પણ વિદ્યાર્થી અરજી કરે તેના માતા પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઈએ. જો વિદ્યાર્થી આ યોજનાનો લાભ લેવા માગે તો તેણે કઈ કઈ સ્પાર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી તેની માહિતી પણ અનુસચિત જાતિ કલ્યાણને મોકલાવની રહેશે.
સંસ્થા તેમજ કોચિંગ ક્લાસના ધારા ધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે.
20 હજાર સુધીની સહાય મળશે
આ યોજના હેઠળ જે પણ વિદ્યાર્થી તાલીમ લેશે તેને 20 હજાર સુધીની સહાય આપવામાં આવશે. જે ડાયરેક્ટ તેના બેંક ખાતામાં ચૂંકવવામાં આવશે. જોકે તે પહેલા તેમણે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરતા સમયે અમુક ડોક્યુમેન્ટ આપવા પડશે
કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે
કેવી રીતે ભરશો ફોર્મ ?
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર એસસી જાતી માટે ઘણી બધી યોજનાઓના ફોર્મ ભરવામાં આવે છે. તેમા સ્પાર્ધકમ પરીક્ષાની તાલીમ માટે સહાયનું ફોર્મ ભરવા માટે તમારે
નબળા વિદ્યાર્થીઓને સહાય. મળશે
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ આર્થીક રીતે નબળા છે તેમને આ સહાય આપવામાં આવે છે. જેમા 20 હજાર સુધીની સહાય મળે છે. આપને જણાવી દઈએ કે એસસી જાતીના વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી, વર્ગ-1 ,2 અને 3 તેમજ આઈવીપીએસ અને ગૌણ સેવા અંતર્ગત આ પરીક્ષાના લાભ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ