બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 2 youth and foreign girl arrested with cocaine drugs from Ahmedabad

ધરપકડ / બ્લેકી અને શાલીન: અમદાવાદની રેવ પાર્ટીઓના 'કિંગ', ફાર્મ હાઉસમાં 25 હજાર રૂપિયા એન્ટ્રી ફીસ, હવે કોકેન અને આફ્રિકન મહિલા સાથે ઝડપાયા

Vishal Khamar

Last Updated: 05:08 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 50થી વધુ રેવ પાર્ટીનું આયોજન કરનાર 2 યુવક સહિત વિદેશી મહિલા ડ્રગ્સ પેડલરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા 4 વર્ષથી કરતા હતા રેવ પાર્ટીનું આયોજન કરતા હતા. નાઇઝીરિયન નાગરિક પાસેથી યુગાન્ડાની મહિલા પેડલર મુંબઇથી પાર્ટીનું કોકેન ડ્રગ્સ લાવી અમદાવાદ આપતી હતી.

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 યુવક અને વિદેશી મહિલા ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ
  • છેલ્લા 4 વર્ષથી કરતા હતા રેવ પાર્ટીનું આયોજન
  • યુગાન્ડાની મહિલા પેડલર મુંબઈથી ડ્રગ્સ લાવી અમદાવાદ આપતી હતી

શહેરમાં એમ.ડી ડ્રગ્સ બાદ કોકેન ડ્રગ્સનું નેટવર્ક સામે આવ્યું છે. કારણકે અમદાવાદ રેવ પાર્ટી માટે હોટ ફેવરિટ બન્યું છે. ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ભુદરપુરા ચાર રસ્તા નજીક યુગાન્ડાની મહિલા પેડલર અસીમુલ ઉર્ફે કેલી રિચેલ, શાલીન શાહ અને આદિત્ય ઉર્ફે બ્લેકી પટેલની ધરપકડ કરી છે. મહિલા ડ્રગ્સ પેડલર પાસેથી 50 ગ્રામ કોકિનનો જથ્થો, 3.29 લાખની રોકડ,કાર મળી કુલ 29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..આ વિદેશી મહિલા પેડલર અસીમુલ ઉર્ફે કેલી મુંબઈ થી કોકેન લઈને શાલીન અને આદિત્યને આપવા આવી તે સમયે ગાડીમાં ડ્રગ્સ આપતા જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા. આ કોકેન રેવ પાર્ટી માટે મંગાવ્યું હતું. આદિત્ય અને શાલીન બંન્ને મિત્રો અમદાવાદના જુદા જુદા ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીનું આયોજન કરતા હતા. આ પાર્ટીમાં આવનાર લોકો પાસેથી વ્યક્તિ દીઠ 25 હજાર લેતા હતા.અને પાર્ટી માં આવનાર યુવાનોને કોકેન ડ્રગ્સ આપીને નશો કરાવતા હતા. આ બન્ને આરોપીઓ રેવ પાર્ટી યોજીને અનેક યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવ્યા હોવાનું ખુલ્યું છે.

પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો
ચૈતન્ય માંડલીક (DCP, ક્રાઇમ બ્રાન્ચ)

ડ્રગ્સ ડીલીવરી કરવા માટે એક ટ્રીપના 10 હજાર મળતા
પકડાયેલ આરોપી શાલીન શાહ અને આદિત્ય પટેલની પૂછપરછમાં ખુલ્યું કે તેઓ મિત્ર વર્તુણ માટે છેલ્લા ચાર વર્ષથી રેવ પાર્ટીનું આયોજન કરતા હતા. તેઓ મહિનામાં બે વખત કોકેન ડ્રગ્સનો જથ્થો મંગાવીને પાર્ટી કરતા હતા. તપાસ ખુલ્યું છે કે આરોપી આદિત્ય પટેલ મુંબઈ ખાતે રહેતા નાઈઝીરિયન ડ્રગ્સ માફિયા સિલવેસ્ટરને કોકેન ડ્રગ્સનો ઓર્ડર આપતો હતો.. અને સિલવેસ્ટર મુંબઈથી ડ્રગ્સ પેડલર મારફતે કોકિન અમદાવાદ મોકલતો હતો. અત્યાર સુધીમાં 8 વખત યુગાન્ડા ડ્રગ્સ પેડલર મહિલા અમદાવાદ કોકેન ડ્રગ્સ આપવા આવી છે. જેની પૂછપરછ માં ડ્રગ્સ ડીલીવરી કરવા માટે એક ટ્રીપના 10 હજાર મળતા હતા. અને તે બસ કે ટ્રેન મારફતે અમદાવાદ આવતી હતી. આ યુગાન્ડાની યુવતી મેડિકલ વિઝા પર ઇન્ડિયા આવી હતી અને છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર ભારતમાં રહેતી હોવાનું ખુલ્યું છે. અને તેની મિત્રના પાસપોર્ટ પર અલગ અલગ હોટલમાં રોકાણ કરતી હતી.

પૈસા કમાવવા તેમજ નશાની લતને લઈને તેઓએ રેવ પાર્ટીની શરૂઆત કરી
ક્રાઇમ બ્રાન્ચે રેવ પાર્ટીમાં આવનાર યુવકોની માહિતી મેળવીને તેમની પૂછપરછ શરૂ કરી છે. પકડાયેલ આરોપી આદિત્ય પટેલ પોતે દૂધની ડેરી ચલાવે છે. જ્યારે શાલીન શાહ ઇલેક્ટ્રિકના વ્યવસાય સાથે જોડાયેલ છે. બંન્ને વર્ષો મિત્રો હતા. અને પૈસા કમાવવા તેમજ નશાની લતને લઈને તેઓએ રેવ પાર્ટીની શરૂઆત કરી હતી. અગાઉ આદિત્ય પ્રોહીબિશનના ગુનામાં પણ ઝડપાયો હતો. આ ઉપરાંત રેવ પાર્ટી ક્યાં ક્યાં ફાર્મ હાઉસમાં આયોજન કરવામાં આવ્યું છે અને આ બંન્ને સિવાય અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ