બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Technology / 2-lakhs-rupees-insurance-given-by-paytm-app

NULL / 2 લાખ સુધીનો ઇન્શ્યોરન્સ ફ્રીમાં આપશે Paytm જાણો કેવી રીતે મળશે સુવિધા

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

Paytm પોતાના પેમેન્ટ્સ બેન્ક કસ્ટમરને દરેક પ્રકારની બેન્કિંગ સુવિધા આપવાના પ્રયાસો કરી રહી છે. જેમાં સામેલ છે. Paytm પેમેન્ટ્સ બેન્કનું ડેબિટ કાર્ડ. આમ તો Paytm પેમેન્ટ્સ બેન્ક પોતાના સેવિંગ્સ એકાઉન્ટ પર ફ્રી ડિઝિટલ ડેબિટ કાર્ડ આપે છે પરંતુ તમે તેનું ફિઝિકલ ડેબિટ કાર્ડ પણ લઇ શકે છે. જોકે આ માટે ગ્રાહકોએ અલગથી એપ્લાય કરવાનું હોય છે. આ કાર્ડ પર અન્ય બેન્કની જેમ પેમેન્ટ ટ્રાન્ઝિક્શનની સાથે ઈન્સ્યોરન્સ સુવિધા પણ આપવામાં આવે છે.

Paytm ફિઝિકલ ડેબિટ કાર્ડના ફાયદા
- મૃત્યુ અથવા એક્સિડન્ટમાં પરમેનન્ટ ડિસેબિલિટી થાય તો 2 લાખ રૂપિયા સુધીનું ફ્રી ઈન્સ્યોરન્સ કવર
- ભારતમાં ક્યાંય પણ કોઇપણ ATMમાં ટ્રાન્ઝિક્શનની સુવિધા
- કોઇપણ સ્ટોર પર ડિજિટલ પેમેન્ટ
- ફિઝિકલ ડેબિટ કાર્ડની પાછળ બનેલા QRની મદદથી પૈસા તુરંત મેળવો
- ડિસ્કાઉન્ટ અને કેશબેક
- મોટાભાગની વેબસાઇટ અને એપ્સ પર ડિજિટલ ટ્રાન્ઝિક્શનની સુવિધા

મેળવવા માટે શું છે પ્રોસેસ
જો Paytm પેમેન્ટ્સ બેન્ક સેવિંગ્સ એકાઉન્ટ માટે ફિઝિકલ ડેબિટ કાર્ડ ઇચ્છો છો તો એ માટે Paytm એપમાંથી કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. આ માટે સૌથી પહેલા સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડરે Paytm એપમાં બેન્ક આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ડેબિટ એન્ડ ATM કાર્ડ ઓપ્શન પસંદ કરીને રિક્વેસ્ટ કાર્ડ પર ક્લિક કરવાનું હોય છે. ત્યારબાદ ડિલિવરી એડ્રેસ નાંખી કાર્ડની ફાઇનલ ડિઝાઇન નક્કી કરવાની હોય છે. ફિઝિકલ ડેબિટ કાર્ડ માટે Paytm પેમેન્ટ્સ બેન્ક 120 રૂપિયા ચાર્જ પણ લે છે. પેમેન્ટ પૂર્ણ થયા બાદ બેન્ક 2 અઠવાડિયાની અંદર તમારી પાસે કાર્ડ પહોંચાડી દેશે. આ કાર્ડ પર વાર્ષિક 100 રૂપિયા ચાર્જ છે.

કેટલી રકમ ઉપાડી શકો
કોઇપણ એટીએમ પર Paytm ફિઝિકલ ડેબિટ કાર્ડથી એક દિવસમાં 25 હજાર રૂપિયા પ્રતિ ટ્રાન્ઝિકશન ઉપાડી શકો છે. POS પર તેનાથી વિડ્રોની લિમિટ એક દિવસમાં પ્રતિ ટ્રાન્ઝિકશન 2 લાખ રૂપિયા છે.

બ્લોક અનબ્લોક થઇ શકશે
ફિઝિકલ ડેબિટ કાર્ડ એક્ટિવ કરવા માટે એક્ટિવેટ ATM કાર્ડ ઓપ્શન લઇને કાર્ડની પાછળ રહેલા QR કોડને સ્કેન કરીને Paytm પાસકોડ નાંખવો પડશે. એપના સ્કેન ઓપ્શનથી પણ એવું થઇ શકે છે. ત્યારબાદ પેમેન્ટ્સ બેન્ક એકાઉન્ટ નંબર અને ડેબિટ કાર્ડ નંબર વેરિફાઇ કર્યા બાદ પિન સેટ કરવી પડશે. કાર્ડ એક્ટિવેટ થયા બાદ તેની પાછળ રહેલા QR કોડની મદદથી કાર્ડ તમારી એપ પર શો થવા લાગશે. કાર્ડને બ્લોક અથવા અનબ્લોક કરવાનું ઓપ્શન પણ મળશે. ઉપરાંત QR કોડની મદદથી તમે પેમેન્ટ તમારા સેવિંગ્સ એકાઉન્ટ અથવા વોલેટમાં લઇ શકશો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ