બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 1711 accidents took place in Ahmedabad in one year, 488 people died

ચિંતાજનક / અમદાવાદમાં એક વર્ષમાં થયા 1711 એક્સિડેન્ટ, 488 લોકોના મૃત્યુ: 99 ટકા કેસમાં આ એક જ ભૂલ કારણભૂત

Priyakant

Last Updated: 09:58 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Accident News : માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર કર્યા આંકડા, એક વર્ષમાં થયા 1711 એક્સિડેન્ટ, મૃત્યુ પામેલા લોકોમાં સૌથી વધુ રાહદારી

  • અકસ્માતમાં 488 લોકોના મૃત્યુ 
  • ગત વર્ષના અકસ્માતનો રિપોર્ટ સામે આવ્યો 
  • માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ 
  • અમદાવાદમાં ગત વર્ષે થયા 1711 અકસ્માત 
  • અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં સૌથી વધુ રાહદારી 

Gujarat Accident News : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ તરફ હવે માર્ગ પરિવહન મંત્રાલયે અકસ્માતના આંકડા જાહેર કર્યા છે. જે આંકડા ખરેખર ચોંકાવનારા છે. રિપોર્ટ મુજબ અમદાવાદમાં ગત વર્ષે 1,711 રોડ અક્સ્માત થયા હતા. આ 1,711 રોડ અકસ્માતમાં આશરે 488 લોકોના મોત નિપજ્યાં હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ સાથે 99% અકસ્માતમાં ઓવરસ્પીડ કારણભૂત હોવાનું પણ સામે આવ્યું છે. 

માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટ મુજબ અમદાવાદમાં ગત વર્ષે 1,711 રોડ અક્સ્માત થયા હતા. આ તરફ 99% અકસ્માત પાછળ ઓવરસ્પિડ કારણભૂત હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. વર્ષ 2022માં મૃત્યુ પામેલા લોકોમાં 194 રાહદારી હતા. મહત્વનું છે કે, અમદાવાદમાં રાહદારીના મૃત્યુનો રેશિયો સૌથી વધુ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 28 સાયકલ ચાલકનો સમાવેશ થાય છે. આ તરફ વર્ષ 2021માં અકસ્માતમાં 404 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ખાસ કરીને અમદાવાદમાં ટૂ-વ્હીલરના 215 લોકોના મૃત્યુ થયા હતા. 

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત અને તેમાં થયેલ મોતના આંકડા જાહેર કર્યા હતા 
નોંધનિય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત અને તેમાં થયેલ મોતના આંકડા જાહેર કર્યા હતા. જે આંકડા ખરેખર ચોંકાવનારા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલ આંકડા મુજબ વર્ષ 2022માં ગુજરાતભરમાં 15751 માર્ગ અકસ્માતની ઘટનાઓ બની હતી જેમાં 7168 લોકોના મોત થયા હતા. આંકડાઓ મુજબ સૌથી વધુ અકસ્માત પાછળ ઓવરસ્પીડ હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ માર્ગ અકસ્માતથી દરરોજ આશરે 43 લોકોના મૃત્યુ થાય છે. આ સાથે 95% અકસ્માતમાં ઓવરસ્પિડ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે. આ સાથે આ એક વર્ષમાં થયેલ અકસ્માતમાં હેલ્મેટ વિના 1,814 લોકોના મૃત્યુ તો સીટ બેલ્ટ ન પહેરવાના લીધે 891 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં 1 વર્ષમાં 2,209 હિટ એન્ડ રનની ઘટનામાં 1,429 લોકોના મૃત્યુ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ