ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / 145 Indians Deported From US Over Visa Violations Land At Delhi Airport

દેશનિકાલ / ગેરકાયદેસર અમેરિકા જતાં લોકો ચેતી જજો! 145 ભારતીયો સાથે જે થયું તે જાણશો તો આંખો ફાટી જશે

Published By: Divyesh

Last Updated: 03:42 PM, 21 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂ.રપ- રપ લાખ ખર્ચીને ગેરકાયદે અમેરિકા ગયેલા ૧૪પ ભારતીયને અમેરિકાએ દેશનિકાલ કરીનેે ભારત પરત મોકલી દીધા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના આરોપસર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને ઝડપી લીધા હતા અને આ પ્રકારના ગેરકાયદે વિદેશીઓ માટે બનેલા ડિટેન્શન સેન્ટરમાં તેમને કેદ કરી લેવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

  • 145 ભારતીયોને અમેરિકાએ દેશનિકાલ કરી પરત મોકલ્યાં
  • ડિપોર્ટ કરાયેલા ભારતીયોના હાથ અને પગ બાંધેલા હતા
  • દેશનિકાલ કરેલા ભારતીયોના કપડાં ફાટેલા હતા
     


આ ભારતીયો જ્યારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે તેમના હાથ અને પગ બાંધેલા હતા. વિમાનમાંથી ઊતરતાં પહેલાં જ તેમના હાથ-પગ ખોલી નાખવામાં આવ્યા હતા. ર૧ વર્ષીય સુખવિંદરસિંહે એક વર્ષ બાદ મોબાઇલ ફોનને સ્પર્શ કર્યો હતો. 
 


દિલ્હીના એરપોર્ટ પર એક પછી એક ૧૪પ ભારતીયો ફાટેલાં કપડાં અને દોરી વગરનાં જૂતાંમાં વિમાનમાંથી બહાર આવ્યા હતા. તેમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ થતો હતો. તેમને અમેરિકાના એરિઝોનાથી ડિપાેર્ટ કરવામાં આવ્યા હતા.

તેમની સાથે રપ બાંગ્લાદેશીઓને પણ ડિપોર્ટ કરાયા હતા. ર૪ કલાકની સફર બાદ તેમના ચહેરા પર થાક વર્તાતો હતો. આ ભારતીયોને કેટલાય દિવસો સુધી અમેરિકામાં ભૂખ્યા રહેવું પડયું હતું. રમનદીપસિંહે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન કેમ્પમાં અમોને નામથી નહીં પણ નંબરથી બોલાવવામાં આવતા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

America Deported Visa Violations અમેરિકા ડિપોર્ટ દેશનિકાલ Deported

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ