ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 12th standard student kidnapped and brutally beaten! Shameful incident of Meerut

માનવતા શર્મસાર / 12માં ધોરણના વિદ્યાર્થીનું અપહરણ કરી જંગલી માર! પછી ચહેરા પર કર્યું પેશાબ, મેરઠની શર્મસાર કરતી ઘટના

Published By: Mahadev Dave

Last Updated: 10:36 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેરઠમાં કેટલાક હેવાન શખ્સોએ એક વિદ્યાર્થીનું પ્રથમ અપહરણ કર્યા બાદ માર મારી માથે પેશાબ કરતા હાહાકાર મચી ગયો છે.

ADVERTISEMENT

  • ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં માનવતાને શર્મશર કરતી ઘટના
  • આરોપીએ 21 વર્ષના પુત્રનું પ્રથમ અપહરણ કર્યું
  • માર મારી દારૂના નશામાં વિદ્યાર્થી પર પેશાબ પણ કર્યો

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં માનવતાને શર્મશર કરતી ઘટના સામે આવી છે. મેરઠમાં કેટલાક હેવાન શખ્સોએ એક વિદ્યાર્થી સાથે ખરાબ વ્યવહારની હદ વટાવી દીધી હતી. આરોપીએ 21 વર્ષના પુત્રનું પ્રથમ અપહરણ કર્યું હતું. બાદમાં વિદ્યાર્થીને અવાવરું જગ્યાએ લઈ જઈને માર માર્યો હતો અને બદમાશોએ દારૂના નશામાં વિદ્યાર્થી પર પેશાબ પણ કર્યો હોવાનો વિદ્યાર્થીના પિતાએ દાવો કર્યો હતો.

જાગૃતિ વિહાર એક્સટેન્શનમાં લઈ ગયા હતા
પીડિતના પિતાએ જણાવ્યું કે દિવાળીના બીજા દિવસે તેમનો પુત્ર સંબંધીઓને ત્યાં મીઠાઈ વહેંચવા જઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા યુવકોએ તેનું અપહરણ કર્યું હતું. તેને મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારના જાગૃતિ વિહાર એક્સટેન્શનમાં લઈ ગયા હતા. આ દરમિયાન હેવાન લોકોએ વિધાર્થીને ખૂબ માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં આરોપીઓએ વિદ્યાર્થી પર પેશાબ પણ કર્યો હતો.

આરોપીઓ યુવક પર પેશાબ કરતા જોવા મળ્યા

પીડિતના પિતાએ દાવો કર્યો કે પોલીસે નવી ફરિયાદ દાખલ કરી હતી જેમાં પુત્રના અપહરણની કલમ લગાવવામાં આવી ન હતી. પોલીસે માત્ર હુમલાની કલમ જ લગાડી હોવાનો દાવો કરાઈ રહ્યો  છે. પિતાએ ન્યાય માટે આજીજી કરી છે. બીજી તરફ આરોપીઓએ સમગ્ર ઘટના ક્રમ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી છે. આ ઘટનાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકોના હાથમાં બીયરની કેન છે. જ્યારે બીજા વિડિયોમાં ગુંડા વિદ્યાર્થીઓ પીડિત યુવક પર પેશાબ કરતા જોવા મળે છે. આ પ્રકરણમાં પિતાની ફરિયાદ આધારે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

meerut

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ