ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 2 વર્ષનો છોકરો 3 લાખના દાગીના લઈને રફુચક્કર થઈ ગયો, જુઓ સોનીને કેવી રીતે છેતર્યો?
Last Updated: 01:07 PM, 28 December 2025
ADVERTISEMENT
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલ જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ટોળકી સાથે આવેલ 12 વર્ષના બાળકો સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આશરે રૂા. 3.13 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી ટોળકી પલાયન થઈ જવા પામી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ મકરબા વિસ્તારમાં રહેતા ભાવેશકુમાર માળીએ આ સમગ્ર બાબતે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીહતી. જેમાં ભાવેશકુમાર આનંદનગરની હરીઓમ ચાલી પાસે આવેલ શ્રી લક્ષ્મી જ્વેલર્સમાં કર્મચારી તરીકે નોકરી કરે છે. તા. 23 નવેમ્બરના રોજ તેઓ જ્યારે દુકાને હાજર હતા. ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલ ટોળકી દ્વારા નજર ચૂરવી લાખોની કિંમતની સોનાની કાંટીઓ ભરેલ થેલીની ચોરી કરી પલાયન થઈ જવા પામ્યા હતા.
ADVERTISEMENT

શું હતો સમગ્ર બનાવ
ADVERTISEMENT
તા. 23 નવેમ્બરના રોજ બપોરના સુમારે એક મહિલા અને એક પુરૂષ 12 વર્ષના બાળક સાથે શો-રૂમમાં આવ્યા હતા. જ્યાં તેઓએ સોનાની કાંટીઓ જોવા માંગી હતી. જે બાદ અન્ય એક મહિલા તેમજ પુરૂષ શો-રૂમમાં પ્રવેશ કરી ચાંદીનું છત્તર જોવાની ભાવેશભાઈને વાત કરી તેઓને વાતોમાં પરોવી દીધા હતા. ભાવેશકુમાર અન્ય ગ્રાહકોને દાગીના દેખાડવામાં રોકાયેલા હતા. તે સમય દરમ્યાન આ ટોળકીના સભ્યોએ એકબીજાને ઈશારો કરી કાઉન્ટર પર સોનાની દાગીના ભરેલ થેલી લઈ પલાન થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ 'હજારો દુષ્કર્મ સહન કરનારો સમાજ પ્રેમલગ્ન નથી સહન કરી શકતો', સિંગર આરતી સાંગાણીએ કરી સમાજની ટીકા
ADVERTISEMENT
3 લાખથી વધુના દાગીનાની ચોરી
ટોળકી ગયા બાદ ભાવેશકુમારને દાગીનાના સ્ટોકની ગણતરી કરી રહ્યા હતા તે દરમ્યાન માલુમ પડ્યું કે એક થેલી ઓછી છે. જે બાદ તેઓ દ્વારા તપાસ કરવામાં આવતા 48 નંગ સોનાની કાંટીઓ ન હોવાનું માલુમ પડ્યું હતું. જેની કિ.રૂા.3,13,040 છે. જે બાદ ભાવેશકુમારે દુકાનના સીસીટીવી ચેક કરતા તેમાં 12 વર્ષના બાળક દ્વારા થેલીની ચોરી કરી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. જે બાદ ભાવેશકુમાર દ્વારા આનંદનગર પોલીસ મથકે આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.