ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 10 people died in attacks by knife in canada at 13 different mass stabing incidents 15 injured

ભયાનક / કેનેડામાં 13 અલગ અલગ સ્થળોએ છરીનાં હુમલામાં 10 લોકોનાં મોત, 15 ઘાયલ, સ્થાનિકોમાં ફફડાટ

Published By: Mayur

Last Updated: 08:22 AM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં મોટો હુમલો થયો છે. 13 સ્થળોએ છરીના હુમલામાં 10 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે.

ADVERTISEMENT

  • કેનેડામાં 13 સ્થળોએ છરીનાં હુમલા 
  • 10 લોકોના મોત, 15 લોકો ઘાયલ
  • બે શકમંદોની તસવીરો જાહેર

કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં મોટો હુમલો થયો છે. 13 સ્થળોએ છરીના હુમલામાં 10 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે.

બે શકમંદોની તસવીરો જાહેર

આ હુમલા જેમ્સ સ્મિથ ક્રી નેશન અને વેલ્ડન વિસ્તારમાં થયા છે. પોલીસ બે શકમંદોને શોધી રહી છે. તેમની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેનેડિયન પોલીસે આ બે શકમંદોની તસવીરો પણ જાહેર કરી છે.

13 અલગ અલગ સ્થળોએ થયા હુમલા 

જે શકમંદોના ફોટા જાહેર કરવામાં આવ્યા છે તેઓ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન છે. કાળા રંગની કારમાં નાસતા ફરતા બંનેએ આ ગુનાને અંજામ આપ્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના મદદનીશ પોલીસ કમિશનર રોન્ડા બ્લેકમોરે જણાવ્યું હતું કે પ્રથમ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 5:40 વાગ્યે નોંધાઈ હતી. સાસ્કાચેવનમાં ઓછામાં ઓછા 13 સ્થળોએ પીડિતો મળી આવ્યા છે.

સિવિલ ઈમરજન્સી લાદવામાં આવી

પોલીસ કમિશનર રોન્ડા બ્લેકમોરે કહ્યું કે તાજેતરના વર્ષોમાં બનેલી આ સૌથી મોટી ઘટના છે. રવિવારે હિંસાને કારણે સિવિલ ઈમરજન્સી લાદવામાં આવી છે. એક સંદેશમાં, બ્લેકમોરે બંને શકમંદોને કહ્યું કે જો ડેમિયન અને માઈલ્સ સાંભળી રહ્યા હોય અથવા માહિતી મેળવતા હોય, તો તેઓએ તરત જ પોતાને પોલીસને સોંપી દેવા જોઈએ. તો જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાને ભયાનક ગણાવી છે.

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઘટનાને ભયાનક ગણાવી
જસ્ટિન ટ્રુડોએ ટ્વીટ કરીને છરા મારવાની આ ઘટનાઓને ભયાનક અને હૃદયદ્રાવક ગણાવી હતી. મૃતકો અને પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી છે. જસ્ટિન ટ્રુડોએ લખ્યું હતું કે અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને દરેકને સ્થાનિક અધિકારીઓના અપડેટ ફોલો કરવા વિનંતી કરીએ છીએ.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Saskatchewan canada knife attack canada mass stabing CANADA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ