બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ બન્યું, 11 વર્ષમાં આ રીતે બદલાયું ચિત્ર
Last Updated: 09:10 AM, 20 June 2025
છેલ્લા 11 વર્ષોમાં ભારતે આર્થિક, નીતિગત અને માળખાકીય સુધારાઓ દ્વારા પ્રભાવશાળી ક્રાંતિ હાંસલ કરી છે. જ્યાં પહેલા લાલ ફિતાશાહી વેપાર અને રોકાણમાં અવરોધ હતી. ત્યાં હવે સરકારે રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો નવો માર્ગ ઊભો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે જૂના અને જટિલ નિયમોને દૂર કર્યા છે અને પારદર્શક, સરળ અને વિશ્વાસ આધારિત શાસન પ્રણાલી રજૂ કરી છે. આજે ભારત માત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર નથી. પરંતુ તે ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને વૈશ્વિક નવીનતા કેન્દ્ર પણ બની ગયું છે.
ADVERTISEMENT
કર સુધારા હેઠળ "પારદર્શક કરવેરા"
"ઓનર ધ ઓનેસ્ટ" પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. જે કર પ્રણાલીને ફેસલેસ અને વાજબી બનાવે છે. જુલાઈ 2024 માં એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. જેનાથી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળ્યું હતું. આ સાથે વિદેશી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 35% કરવામાં આવ્યો હતો. GST એ દેશમાં જટિલ પરોક્ષ કર માળખાને દૂર કરીને એકીકૃત કર પ્રણાલી આપી જેનાથી વ્યવસાય કરવાનું સરળ બન્યું અને રાજ્યની સરહદો પર અવરોધો દૂર થયા.
ADVERTISEMENT

બધી સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે
ADVERTISEMENT
સરકારે વ્યવસાય કરવાની સરળતા માટે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (NSWS), SPICe+ ફોર્મ અને ICEGATE જેવી અનેક ડિજિટલ પહેલો હાથ ધરી છે. આનાથી કંપનીઓને એક જ પ્લેટફોર્મ પર બધી મંજૂરીઓ અને સેવાઓ મળી રહી છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 2023 હેઠળ, ડિક્રિમિનલાઇઝેશન અને સરળતા તરફ ઘણા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (IBC) અને લેબર કોડે વ્યવસાયિક વાતાવરણને સ્થિરતા અને વિશ્વાસ આપ્યો છે.
વધુ વાંચો: રોકાણકારોને લોટરી લાગી! 8 રૂપિયાના શેરે પાંચ વર્ષમાં બનાવ્યા કરોડપતિ
ADVERTISEMENT

'PM ગતિ શક્તિ' અને 'રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ'
ADVERTISEMENT
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારા હેઠળ PM ગતિ શક્તિ' અને 'નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી' એ પરિવહન અને પુરવઠા શૃંખલાઓને કાર્યક્ષમ અને સંકલિત બનાવી છે. લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 2020 માં 54 થી વધીને 2023 માં 38 થયો છે. ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) જેવા પ્લેટફોર્મે MSMEs ને સરકારી ખરીદીમાં સીધી અને પારદર્શક ભાગીદારી આપી છે. આ બધા પ્રયાસોનું પરિણામ એ છે કે આજે ભારત એક વિશ્વસનીય, મજબૂત અને આકર્ષક રોકાણ સ્થળ બની ગયું છે. જ્યાં નવીનતા, પારદર્શિતા અને ઉદ્યોગસાહસિકતાને નવું જીવન મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.