ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / wwe star sara lee passed away at the age of 30

દુઃખદ / WWE સ્ટાર સારા લીનું માત્ર 30 વર્ષની વયે નિધન, રેસલિંગ જગતમાં શોકની લહેર, ફેન્સને લાગ્યો ધ્રાસકો

Published By: Jaydeep Shah

Last Updated: 04:23 PM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WWE સ્ટાર સારા લીનું 30 વર્ષની વયે નિધન થયું છે, જેની જાણકારી તેની માંએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

ADVERTISEMENT

  • WWE સ્ટાર સારા લીનું નિધન 
  • 30 વર્ષની વયે થયું રેસલરનું નિધન 
  • માંએ આપી સોશિયલ મીડિયા દ્વારા જાણકારી 

WWE સ્ટાર સારા લીનું નિધન 

ખેલ જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. WWEની પૂર્વ રેસલર સારા લીનું નિધન થઈ ગયું છે. તેમની ઉંમર માત્ર 30 વર્ષ જ હતી. સારાનાં નિધનની ખબર તેમની માંએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. ત્યાર બાદ તેમના ફેન્સ ખૂબ જ દુઃખી છે. 

સારાની માંએ પોતાની પોસ્ટમાં માત્ર નિધનની જ જાણકારી આપી છે. WWE સ્ટારનું નિધન કેમ થયું, આ વાતની કોઈ જાણકારી મળી નથી. સારા લીના નિધનના સમાચાર સાંભળ્યા બાદ WWE ઉપરાંત એલેકસા બ્લિસ, બેકી લીંચ, મિક ફોલિ જેવા ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Lee (@saraann_lee)

2016માં લડી હતી છેલ્લી ફાઇટ 
WWEમાં સારા લીએ લગભગ એક વર્ષ સુધી ફાઇટ કરી છે. તે 2016માં એક લાઈવ ઇવેન્ટ દરમિયાન હિલ પ્રોમો આપતા જોવા મળી હતી. તેના અમુક દિવસો બાદ જ સારા લીએ સિક્સ - વિમેન્સ ટેગ ટીમ મેચમાં પોતાનો ઇન - રિંગ ડેબ્યૂ કર્યો હતો. આ દરમિયાન આ શોમાં મેન્ડી રોઝે પણ ભાગ લીધો હતો. 

સારા લી WWEના રિયાલિટી સીરિઝ ટફ ઇનફની સિઝન 6ની વિજેતા પણ રહી છે. 2016મા જ સારાએ પોતાની છેલ્લી મેચ રમી હતી. આ દરમિયાન ઓગસ્ટમાં સારા લીએ ડબલ્સ મુકાબલો રમ્યો હતો. સારા લીનાં જોડીદાર લિવ મોર્ગન હતા. ત્યારે આ બંનેનો મુકાબલો આલિયા અને બિલી સાથે થયો હતો. 

સોશિયલ મીડિયા સેન્સેશન પણ છે સારા 
આ ફાઇટ બાદ જ સારા લી ઇન્ડિપેન્ડન્ટ સર્કિટમાં પરત ફરી રહી હતી. તેમને WWEથી રીલીઝ કરી દેવામાં આવી હતી. સારા લી એક દમદાર રેસલરની સાથે સાથે એક સોશિયલ મીડિયા સેન્સેશન પણ હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ઈન્ટ્રો તરીકે પૂર્વ NXT/WWE સુપરસ્ટાર લખ્યું હતું. તેની નીચે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે તે રિયાલિટી સીરિઝ ટફ ઇનફ સિઝન 6ની વિનર પણ રહી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News sara lee sports સારા લી sports

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ