ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ''નમાઝના બહાને કો-પાઈલટે...'', આખરે એ દિવસે શું થયું હતું? ખુદ કેપ્ટન સ્મિતે જણાવ્યું

World News / ''નમાઝના બહાને કો-પાઈલટે...'', આખરે એ દિવસે શું થયું હતું? ખુદ કેપ્ટન સ્મિતે જણાવ્યું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:57 AM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Captain Smit Machhar: 30 સપ્ટેમ્બરના ફ્લાયદુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં એક ઓમાની કો-પાયલટે કેપ્ટન સ્મિત મછાર પર કુહાડીથી હુમલો કર્યો.

ADVERTISEMENT

Captain Smit Machhar: 30 સપ્ટેમ્બરના ફ્લાયદુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં એક ઓમાની કો-પાયલટે કેપ્ટન સ્મિત મછાર પર કુહાડીથી હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિતે બે વાર કોકપીટનો દરવાજો ખોલ્યો અને હુમલાખોરને કાબુમાં લેવામાં મદદ કરી.

ફ્લાયદુબઈના પાયલટ કેપ્ટન સ્મિત મછારએ 30 સપ્ટેમ્બરના બનેલી ઘટના વિશે નવી વિગતો આપી છે. કેપ્ટનના જણાવ્યા મુજબ ઓમાની કો-પાયલોટ હમામ અલ-હમ્મામી પોતાની સીટ પરથી ઉભા થયો અને કહ્યું કે તે નમાજ પઢવા માંગે છે. થોડીવાર પછી તેણે કેપ્ટન પર પાછળથી કુહાડીથી હુમલો કર્યો.

સ્મિત મછારએ જણાવ્યું કે શરૂઆતમાં તેને લાગ્યું કે સહ-પાયલટ તેમની પાછળ નમાજ કરી રહ્યા છે. તેમણે તેના સન્માનને લઇ પાછળ જોવાનું ટાળ્યું. પરંતુ લગભગ ચાર કે પાંચ મિનિટ પછી તેને અચાનક તેમના માથાના પાછળના ભાગમાં એક જોરદાર ફટકો પડ્યો. હુમલામાં વપરાયેલી કુહાડી કટોકટી માટે વિમાનમાં રાખવામાં આવી હતી.

આ હુમલાને લઇ સ્મિતને આંખો સામે બધુ ધુધળુ દેખાવા લાગ્યુ હતું. આમ છતાં તેણે બે વાર કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પહેલી વાર તેણે દરવાજો ખોલ્યો ત્યારે હુમલાખોરે ફરીથી તેને બંધ કરી દીધો અને સ્મિત જમીન પર પડી ગયો. પછી તેણે બીજી વાર દરવાજો ખોલવા માટે પોતાની બધી શક્તિ લગાવી અને દરવાજો ખોલ્યો. બહાર હાજર લોકો કોકપીટમાં પ્રવેશ્યા અને હુમલાખોર પર કાબુ મેળવ્યો. વિમાનમાં 174 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇઝરાયલી હતા.

હુમલાની કહાની નેતન્યાહૂ સાથેની વાતચીતમાં કહેવામાં આવી હતી

આ નવી જાણકારી શનિવાર, 3 ઓક્ટોબરના બહાર આવી હતી, જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્મિત મછાર સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. હુમલામાં ઘાયલ થયેલા સ્મિતને સાઉદી અરેબિયાથી સંયુક્ત આરબ અમીરાત લઈ જવામાં આવ્યો છે, જ્યાં તે પોતાની ઇજાઓમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે. એક દિવસ પહેલા 2 ઓક્ટોબરના સ્મિતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી હતી. પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન તેણે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે વિમાનમાં રહેલા લોકોને બચાવવા માટે ફરીથી ઉભા થવાનું નક્કી કર્યું.

તેમજ નેતન્યાહૂ સાથેની વાતચીતમાં સ્મિતે હુમલા પહેલા અને પછી કોકપીટમાં બનેલી ઘટનાઓની વિગતવાર માહિતી આપી હતી.

સહ-પાયલોટ નમાજ પઢવા માટે ઉભા થયો

સ્મિતના મતે બોઇંગ 737 મેક્સ 8 વિમાન સામાન્ય રીતે ઉડી રહ્યું હતું. તે સમયે ઓમાનના સહ-પાયલોટ પોતાની સીટ પરથી ઉભા થયા અને નમાજ પઢવાનું શરૂ કર્યું. સ્મિતને કંઈ અસામાન્ય લાગ્યું નહીં. તેણે કહ્યુ કે આદરને લઇ તેણે જાણી જોઈને પાછળ ફરીને જોયું નહીં. લગભગ ચારથી પાંચ મિનિટ પછી તેને અચાનક તેના માથાના પાછળના ભાગમાં એક જોરદાર ફટકો પડ્યો.

VTV Digital 1

આ પણ વાંચોઃ વર્લ્ડ / સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અરામકો પ્લાન્ટ પર મોટો હુમલો, હુથી બળવાખોરોએ મિસાઇલ અને ડ્રોન છોડવાનો દાવો કર્યો

પહેલો ફટકો એટલો અણધાર્યો હતો કે સ્મિતને તરત જ સમજાયું નહીં કે શું થયું છે. શરૂઆતમાં તેને લાગ્યું કે વિમાન કોઈ વસ્તુ સાથે અથડાયું છે અથવા કોઈ મોટી ખામી સર્જાઈ છે. પરંતુ બીજા ફટકા સાથે તેને ખ્યાલ આવ્યો કે હુમલો તેની પાછળ કોઈ તરફથી થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smit Machhar Dubai Flight Benjamin Netanyahu

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ