બ્રેકિંગ ન્યુઝ
અમેરિકામાં ભલે વેિક્સનેશન શરૂ થઇ ગયું હોય, પરંતુ અહીંની હોસ્પિટલમાં ભરતી થનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગઇ કાલે અહીં ૨,૨૭,૫૨૨ સંક્રમિતને ભરતી કરાયા હતા. બ્રિટનમાં નવા સ્ટ્રેનના કારણે અત્યાર સુધી લગભગ ૪૦ દેશોએ ટ્રાવેલ બેન લગાવી દીધો છે.
ADVERTISEMENT
અમેરિકામાં હોસ્પિલમાં ભરતી થનારા સંક્રમિતની સંખ્યામાં વધારો
અમેરિકામાં બુધવારે હોસ્પિલમાં ભરતી થનારા સંક્રમિતની સંખ્યા ફરી વખત ઝડપથી વધી રહી છે. એક જ દિવસમાં ૧.૧૯ લાખથી વધુ દર્દીઓને દાખલ કરાયા છે. સતત ૨૨મો દિવસ છે જ્યારે અમેરિકી હોસ્પિટલોમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યા એક લાખથી વધુ થઇ છે. આ પહેલાં મંગળવારે પણ ૧.૧૭ લાખ લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. કેલિફોર્નિયામાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. અહીં હોસ્પિટલોમાં મેકશિફ્ટ વોર્ડ બનાવાયા છે, તેમાં દર્દીઓને રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બ્રિટનમાં કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ દેખાયા બાદ મુશ્કેલીઓ વધી
બ્રિટનમાં કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ દેખાયા બાદ મુશ્કેલીઓ વધી ગઇ છે. અત્યાર સુધી લગભગ ૪૦ દેશ અહીંથી આવતી અને જતી ફ્લાઇટ્સને બેન કરી ચૂક્યા છે, તેમાં ભારત ઉપરાંત હોંગકોંગ, કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મની સામેલ છે. ફ્રાંસે બ્રિટનને થોડી રાહત આપી છે અને ટ્રક માટે બોર્ડર ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ યુરોપના બાકી દેશોએ આમ કર્યું નથી. હવે બ્રિટિશ સરકાર કેટલાક દેશો સાથે વાતચીત કરી રહી છે, જેથી જરૂરી સામાનના સપ્લાય પર અસર ન પડે.
ADVERTISEMENT
ક્રીસમસના તહેવારમાં પણ યુરોપિયન દેશોમાં માહોલ વેરાન
ક્રિસમસ પર જન્નત જેવા દેખાતા યુરોપીય દેશો ખાસ કરીને ઇટાલી આ વર્ષે ફીકુ અને બેરંગ છે. અહીંનાં બજારમાં પહેલાં જેવી ચહલ-પહલ દેખાતી નથી. દુકાનો પણ ઠીકઠાક ખુલ્લી છે અને લોકોની અવરજવર પણ દેખાતી નથી. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ક્રિસમસમાં કોઇ પ્રતિબંધમાં રાહત નહીં અપાય. વેટિકન સિટીમાં પણ સન્નાટો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.