બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Workers arrive at New Ranip area railway vacant plot to remove iron debris buried in the ground

મુશ્કેલીનો 'ભંડાર' / અમદાવાદના આ વિસ્તારમાં કોઈ ખજાનો છે કે શું? રાત-દિવસ શ્રમિકોના ઉમટે છે ટોળા, ભરોસો ન હોય તો જુઓ VIDEO

Vishnu

Last Updated: 10:16 PM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂ રાણિપ વિસ્તારના રેલવેના ખાલી પ્લોટમાં જમીનમાં દટાયેલો ભંગાર કાઢવા દૂર દૂરથી શ્રમિકોના ટોળે ટોળે ઉમેટે છે

  • ભંગાર બન્યો માથાનો દુખાવો
  • શ્રમિકો માટે સોના સમાન ભંગાર
  • સતત ખોદકાનથી સ્થાનિકો પરેશાન

ઘણા કિસ્સાઓમાં એવુ જોવા મળે છે.કે મકાનનુ કે ખેતરનુ ખોદકામ કરતા જૂના કિંમતી વાસણો કે ઘરેણા જેવું કંઈ મળી આવે.અમદાવાદના ન્યૂ રાણિપ વિસ્તારમાં આવેલા રેલવેના ખાલી પ્લોટમાં છેલ્લા દોઢ એક મહિનાથી રાત-દિવસ ખોદકામ ચાલી રહ્યું છે.રેલવેના ખાલી પડેલા પ્લોટમાં શ્રમિકોને એવુ કંઈ મળી ગયુ છે કે તેઓ રાત-દિવસ સતત ખોદકામ સતત ચાલુ જ છે.જેના કારણે આસપાસ રહેતા સ્થાનિકો પણ પરેશાન થઈ ગયા છે.ન્યૂ રાણીપના પ્લોટમાં એવુ તો શુ છે કે સતત ખોદકામ થઈ રહ્યુ છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જગ્યા ફાળવતા રેલવે યાર્ડ ખાલી કરાયું
દ્રશ્યોમાં ખુલ્લી પડેલી જગ્યમાં કામ કરતા શ્રમિકો દેખાઈ રહ્યા છે.પહેલી નજરે તો એમ જ લાગે કે વિશાળ ખેતર છે.ત્યાં કામ ચાલી રહ્યું છે અથવા તો કોઈ મોટો ખુલ્લો પ્લોટ છે.જ્યાં બાંધકામની શરૂઆતની તૈયારીઓ ચાલી રહી છે.જો આ જ તમે વિચાર્યુ હોય તો અમે તમારા અનુમાનોને ખોટા સાબિત કરવા જઈ રહ્યા છે.આ ખાલી પ્લોટ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારનો છે.જ્યાં પહેલા રેલવેનો યાર્ડ હતો.પરંતુ આ જમીનને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવતા યાર્ડ ખાલી કરવામાં આવ્યો હતો.પરંતુ યાર્ડમાં પડેલુ ભંગાર આ જમીનમાં દટાઈ પડેલુ હતુ.તેની જાણ થતા દુર દુરથી શ્રમિકો અહિંયા આવીને જમીનમાં દટાયેલા લોખંડના ભંગારને ખોદીને બહાર કાઢે છે.અને તેને વેચીને પૈસા ભેગા કરે છે.

પેટિયું રળવા યાર્ડમાં દટાઈ ગયેલો ભંગાર કાઢવા થાય છે પડાપડી
ન્યૂ રાણિપમાં આવેલા રેલવેના ખાલી પ્લોટમાંથી લોખંડ નિકળતુ હોવાની વાત એટલી વાયુ વેગે ફેલાઈ કે આણંદ, કલોલ જેવા દુર દુરથી પણ શ્રમિકો આવીને રાત દિવસ ખોદકામ કરવા આવે છે.ઘણી વાર તો એટલુ લોખંડ ભેગુ કરે છે કે ટેમ્પો કે રિક્ષા બોલવી પડે છે. પરંતુ શ્રમિકોની આવકનો આ સ્ત્રોત સ્થાનિકો માટે હવે મુશ્કેલીનું કારણ બની ગયું છે. સતત ચાલી રહેલા ખોદકામને કારણે આસપાસના રહેણાક વિસ્તારમાં રહેતા લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.ખોદાકામથી ધૂળની એટલી ડમરીઓ ઉડે છે જેના કારણે સ્થાનિકોને શરદી ઉધરસ થવા લાગી છે.એટલુ જ નહીં રાત્રે ખોદકામ ચાલતુ હોવાથી દેશી દારૂનો વેપાર પણ ત્યાં ચાલુ થયો છે.જેથી રાત્રે દારૂ પીને થતી બુમાબુમના કારણે સ્થાનિકો પરેશાન થયા છે.અવાર નવાર કોર્પોરેશન અને પોલીસને ફરિયાદ કરવામાં આવી છતાં પરિણામ શૂન્ય જ રહ્યું.

સ્થાનિકો માટે ભંગાર બન્યો માથાનો દુખાવો
સ્થાનિકો કહી રહ્યા છે કે શ્રમિકો લોખંડ લઈ જાય અને જ્યાં વેચવુ હોય ત્યાં વેચે તેનો એમને કંઈ વાંધો નથી.પરંતુ ધૂળની ડમરીઓના કારણે લોકોનુ આરોગ્ય જોખમાય છે.દારૂ વેચાણ શરૂ થતા દૂષણ પણ વધવા લાગ્યુ છે.રાતે ખોદકામ કરતા શ્રમિકો દારૂ પીને ધમાલ કરતા હોવાની પણ સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ