ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / who is richer sushmita sen or lalit modi

બોલિવુડ / સૌથી વધારે અમીર કોણ ? સુષ્મિતા સેન કે લલિત મોદી ? જાણો કોની કેટલી છે સંપત્તિ

Published By: Khyati

Last Updated: 05:53 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુષ્મિતા સેન અને લલિત મોદીમાંથી સૌથી વધુ ધનવાન કોણ ? બંનેની પ્રોપર્ટી વિશે જાણો વિગતવાર

ADVERTISEMENT

  • સુષ્મિતા સેન અને લલિત મોદી કરી રહ્યા છે ડેટીંગ
  • કોણ છે બંનેમાંથી વધુ ધનવાન ?
  • જાણો લલિત મોદી-સુષ્મિતા સેનની સંપત્તિ વિશે 

બોલિવુડમાં જો કોઇ ચર્ચામાં હોય તો તે છે સુષ્મિતા સેન. સુષ્મિતા સેનના લલિત મોદી સાથે ડેટિંગ ફોટો સામે આવતા ખળભળાટ મચી ગયો. યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ સુષ્મિતાને ગોલ્ડ ડીગર અને પૈસાની લાલચી મહિલા કહેવાનું પણ બાકી નથી રાખ્યું. બંને વચ્ચે 10 વર્ષનો એજ ડિફરન્સને લઇને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે ત્યારે આજે તમને જણાવી દઇએ કે બંનેમાંથી કોની જોડે કેટલી પ્રોપર્ટી છે. આ બંનેમાંથી સૌથી અમીર કોણ છે તે વિશે જાણીએ.

લલિત મોદીની કેટલી છે સંપત્તિ ?

લલિત મોદીના પરિવારનો બહુ મોટો બિઝનેસ છે. કદાચ તેને બિઝનેસ કહેવો યોગ્ય નહીં ગણાય કારણ કે તે  લલિત મોદીનું સામ્રાજ્ય છે. જેમાં પ્રખ્યાત બ્રાન્ડની દારૂ, સિગારેટ અને પાન મસાલા અને રિટેલ સ્ટોર્સ, રેસ્ટોરન્ટ ચેન અને ટ્રાવેલ કંપનીઓ સામેલ છે. લંડનમાં તે 7000 ચોરસ ફૂટમાં ફેલાયેલા બંગલામાં રહે છે. જેમાં 8 બેડરૂમ છે અને તેના માટે લલિત દર મહિને 20 લાખ રૂપિયા ચૂકવે છે. લલિત મોદીની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે લગભગ 12 હજાર કરોડ રૂપિયા છે. જેમાં તેમની પાસે લગભગ 4500 કરોડની સંપત્તિ છે

સુષ્મિતા સેનની કેટલી છે સંપત્તિ ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુષ્મિતા સેન વાર્ષિક 9 કરોડ રૂપિયા અને દર મહિને 60 લાખ રૂપિયા કમાય છે. મળતી માહિતી અનુસાર, સુષ્મિતા સેન પાસે લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેનો મુંબઈમાં એક આલિશાન બંગલો પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી પાસે BMW 7 સિરીઝ 730 LD છે, જેની કિંમત લગભગ 1.42 કરોડ રૂપિયા છે. અભિનેત્રી સુષ્મિતા સેન એક ફિલ્મ માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

 

સુષ્મિતાને કરવામાં આવી રહી હતી ટ્રોલ

લલિત મોદી સાથે અફેરને લઇને લાઇમલાઇટમાં આવેલી બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન જબરદસ્ત ટ્રોલ થયા બાદ ટ્રોલર્સને તમતમતો જવાબ આપ્યો હતો. 10 વર્ષ મોટા બિઝનેસમેન લલિત મોદીએ સુષ સાથે રિલેશનમાં હોવાનુ ઓફિશ્યલી એનાઉન્સમેન્ટ કર્યુ હતુ જે બાદ ખૂબ ટ્રોલ થઇ.  પૈસા લાલચી, ગોલ્ડ ડિગર જેવા શબ્દો સુષ્મિતા માટે કહેવામાં આવી રહ્યા હતા.  જેને લઇને સુષ્મિતા સેને લાંબી લચક પોસ્ટ લખીને ટ્રોલર્સ પર ભડાસ કાઢી હતી. 

 

ટ્રોલર્સ પર ભડકી હતી સુષ્મિતા,લખી લાંબી લચક પોસ્ટ  
 
સુષ્મિતા સેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરતા લખ્યુ કે છેલ્લા ઘણા દિવસોથી મારુ નામ ગોલ્ડ ડિગર, પૈસાની લાલચી કહીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. મારી ભારે ટીકા થઈ રહી છે. પરંતુ મને આ ટીકાકારોની બિલકુલ પરવા નથી.  સોના નહી પરંતુ હીરાની પરખ કરવાની આવડત છે મારામા.  આવા સંજોગોમાં કેટલાક બુદ્ધિ જીવીઓ દ્વારા ગોલ્ડ ડીગર કહેવુ એ તેમની નિચલી માનસિકતા દર્શાવે છે. આવા તુચ્છ લોકોને છોડીને મારા શુભચિંતકો અને પરિવારજનોનું પુરુ સમર્થન છે. કેમ કે હું સૂર્યની જેમ છું જે પોતાના અસ્તિત્વ અને વિવેક માટે હંમેશા ચમકતુ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

કુલ નેટવર્થ ધનવાન લલિત મોદી સંપત્તિ સુષ્મિતા સેન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ