બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / weather forecast gujarat Meteorological Department

હવામાન / કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાં આ તારીખ દરમિયાન વરસાદ પડવાની આગાહી

Kavan

Last Updated: 07:18 PM, 12 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મોસમ પોતાનો મિજાજ બદલી શકે છે. રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી 14 થી 16 મે સુધી કમોસમી વરસાદની શક્યતા છે.

  • કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી 
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઇ શકે છે માવઠું
  • 14 થી 16 મે સુધી કમોસમી વરસાદની શક્યતા 

ઉલ્લેખનીય છે કે, 14 અને 15 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, વલસાડ અને નર્મદામાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો 16 મે એ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, અમરેલી અને જામનગરમાં વરસાદ પડી શકે છે. 

અંબાલાલ પટેલે પણ કરી છે વરસાદની આગાહી 

અખાત્રિજના પશ્ચિમના પવનથી ચોમાસુ સારૂ રહેશે. ગંગા-જમનનાના મેદાનો પણ તપવાની શક્યતા. ચોમાસા પૂર્વે થતી પ્રિ મોન્સૂનની ગતીવિધિ હવે દેખાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન વરસાદની શક્યતા. આંધી-વાવઝોડા સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા. 

આ વર્ષે રાજ્યમાં વરસાદના 45 દિવસ છે. 

22 મે અને 29 મે થી 7 જૂનમાં રોહિણી નક્ષત્રનો વરસાદની શક્યતા. 28 થી 31 મે સુધીમાં કેરળમાં ચોમાસુ પહોચશે. આ વર્ષે રાજ્યમાં વરસાદના 45 દિવસ છે. 

7 જૂન આસપાસ દરિયો તોફાની બનશે. 

આંદામાન-નિકોબાર ટાપુ પર 20 મે ચોમાસુ પહોચશે. હવાના હળવા દબાણથી આ વખતે વાવાઝોડાની શક્યતા. 11 થી 20 મે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા. આ સાથે જ 7 જૂન આસપાસ દરિયો તોફાની બનશે. 

સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શક્યતા

13,14,15 જૂને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શક્યતા. ઓગસ્ટ અને સપ્ટેબરમાં વધુ વરસાદ પડવાની શક્યાતા. ઓક્ટોબર મહિનમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department weather Forecast વરસાદ હવામાન વિભાગ Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ