બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Vicky Kaushal and Katrina's neighbor after the celebrity couple's wedding; Knowing the rent of the flat will make your eyes so wide

ગૂંજ ઉઠેગી.. / વિક્કી કૌશલ અને કેટરીના લગ્ન પછી આ સેલીબ્રીટી દંપતીના પાડોશી; ફ્લેટનું ભાડું જાણીને થઇ  જશે તમારી આંખો આટલી પહોળી

Published By: Mehul

Last Updated: 12:00 AM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન પછી વીકી-કેટરીના જુહુમાં રહેશે. આ રહેણાક માટે વીકી કૌશલ મોટી રકમ ચૂકવી રહ્યો છે.કહેવાય છે કે, વીકી અને કેટરીના લાંબા સમયથી મકાન શોધી રહ્યા હતા .હવે મનપસંદ મકાન મળી ગયું

  • વિક્કી કૌશલ -કેટરીના લગ્નની તૈયારી 
  • જુહુમાં આલીશાન એપાર્ટમેંટમાં ભાડે મકાન 
  • વિરુશ્કા ની પાડોશી બનશે બેસ્ટ ફ્રેન્ડ કેટરીના 

બોલીવૂડમાં અત્યારે એક જ ચર્ચા છે વીકી કૌશલ અને કટરીના કૈફના લગ્નની.ભારતમાં જોધપુર કે જયપૂરમાં લગ્ન કરશે કે વિદેશમાં ? તે અંગે તર્ક-વિતર્ક વચ્ચે આ કપલે શાનદાર મકાન શોધી લીધું છે.જુહુ વિસ્તારના આ રહેણાક માટે વીકી કૌશલ મોટી રકમ ચૂકવી રહ્યો છે.કહેવાય છે કે, વીકી અને કેટરીના લાંબા સમયથી મકાન શોધી રહ્યા હતા .હવે તેને મનપસંદ મકાન મળી ગયું છે. 

વીકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની શરણાઈના સૂર માટે બોલીવૂડના નજીકના મિત્રો થનગની રહ્યા છે.બંનેના લગ્ન ડિસેમ્બર મહિનામાં થવાની શકયતાઓ જોવાઈ રહી છે. આ વચ્ચે નવો અપડેટ આવ્યો છે.કહે છે કે, ડાયરેક્ટર કબીર ખાનનાં ઘરે વીકી કૌશલ અને કેટરીનાની  રોકા સેરેમની સંપ્પન થઈ. હવે તેઓ નવા  મકાનની તલાશમાં લાગી ગયા છે.

અનુષ્કા-વિરાટના પાડોશી બનશે કેટ-કૌશલ 

વીકી અને કેટરીનાએ જે ઘર પસંદ્દ કર્યું છે એ જુહુમાં એક લક્ઝુરીયસ એપાર્ટમેંટ છે. આ એપાર્ટમેંટ બંનેએ ભાડે રાખ્યું છે.આ બિલ્ડીગમાં જ અનુષ્કા અને વિરાટ કોહલી પણ રહે છે.એટલા માટે જ કેટરીના પોતાની બેસ્ટ ફ્રેન્ડ અનુષ્કા શર્માની પાડોશી બનશે.

અધ ..ધ ..ધ ..ભાડું 

વિકીએ જુહુના રાજમહલ એપાર્ટમેટ માં ફ્લેટ ભાડે લીધો છે.આ બિલ્ડીંગ છેલ્લા આઠ વર્ષથી અલ્ટ્રા લક્ઝુરીયસ બિલ્ડીંગ છે.વિકીએ જુલાઈ-2021થી   આઠમા માળે ફ્લેટ ભાડે રાખ્યો છે.વિકીએ સિક્યોરીટી ડીપોઝીટ લગભગ 1.75 કરોડ જેટલી ભરી છે.શરુઆતના 36 અઠવાડીયા માટે તે દર  મહીને 8 લાખ રૂપિયા ભાડું આપશે.ત્યારબાદ, એક વર્ષ માટે દર મહીને રૂપિયા 8.40 લાખ રૂપિયા ભાડું ચૂકવશે. અને બાકીના બાર મહિના માટે વીકી કૌશલ દર મહીને 8.82 લાખ રૂપિયા જેટલું ભાડું ચૂકવશે.

લગ્ન ડીસેમ્બરમાં,પણ ક્યા તે સસ્પેન્સ 

કેટરીના કૈફ પોતાના લગ્નની વાત  લીક થઈને બહાર જતા એકદમ નારાજ છે.એટલા માટે જ તેણીએ ઇન્ડસ્ત્રીના પોતાના મિત્રોને લગ્નનું આમન્ત્રણ નથી આપ્યું .કહેવાય છે કે,કેટરીના અને વિક્કી તેમના લગનનું સ્થળ છેલ્લા સમયે બદલી નાખી શકે છે.અત્યાર સુધી બંને એ પોતાનું ડેટિંગ અને સંબંધોને મીડિયાની નજરથી છુપાવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

અનુષ્કા-વિરાટ કેટરીના કૈફ જુહુ વિસ્તાર ડિસેમ્બર ભાડાનો ફ્લેટ વિક્કી કૌશલ શરણાઈના સૂર Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ