ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Vicky Kaushal and Katrina Kaif received death threats, police filed a complaint

શોકીંગ / કેટરીના કેફ અને વિકી કૌશલને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે FIR નોંધી શરૂ કરી તપાસ

Published By: ParthB

Last Updated: 12:44 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટરિના કૈફ અને વિકી કૌશલને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિકીએ આ અંગે પોલીસમાં FIR નોંધાવી છે.

ADVERTISEMENT

  • કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની મળી ધમકી
  • વિકીએ આ અંગે સાંતા ક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR
  • પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથધરી 

પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આ કેસ નોંધ્યો 

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને તેની પત્ની અને અભિનેત્રી કેટરીના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે વિકી કૌશલે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાચાર આવી રહ્યા છે કે આદિત્ય રાજપૂત નામનો વ્યક્તિ લાંબા સમયથી કેટરીનાને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો હતો અને વિકી કૌશલે તે વ્યક્તિને સમજાવવાની કોશિશ કરી હતી, તેમ છતાં તે આવું કરતો રહ્યો અને અંતે વિકી કૌશલને આ પગલું ભરવાની ફરજ પડી છે. .

વિકીએ આ અંગે સાંતા ક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિનું નામ સોશિયલ મીડિયા પર છે, પરંતુ તે તેનું અસલી નામ છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આથી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આ કેસ નોંધ્યો છે.ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદથી સતત સેલિબ્રિટીઓને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તમારી હાલત પણ મુસેવાલા જેવી કરી દેવાશે .ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી.

આ પહેલા લોરેન્સ બિશ્નોઈએ સલમાનને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી 

મહત્વનું છે કે, મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર ગોલ્ડી બ્રારે લીધી હતી અને સલમાનના કેસમાં પણ મુંબઈ પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી અને તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, બાદમાં સત્ય બહાર આવ્યું કે ધમકી કોણે આપી હતી.ઉલ્લેખની છે કે, કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક વર્ષ પણ થયું નથી. હાલમાં જ કેટરીનાએ લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો, જ્યાં વિકી કૌશલનો ભાઈ સની કૌશલ અને કેટરીનાના કેટલાક મિત્રો હાજર હતા. તેના જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood FIR Katrina Kaif Vicky Kaushal death threats એફઆઈઆર કેટરીના કૈફ બોલિવૂડ વિકી કૌશલ FIR

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ