બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:27 AM, 12 February 2025
અયોધ્યામાં બાબરી ધ્વંશ પછી સિદ્ધપુરમાં થયેલા હુલ્લડ મામલે ચૂકાદો આવ્યો છે. બાબરી ધ્વંસના પ્રત્યાઘાતરૂપે 1992માં આ હુલ્લડો થયા હતા. જેના ચૂકાદામાં પાટણ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે હયાત 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.. આ કેસના આરોપીઓમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થઇ ચૂક્યા છે..
ADVERTISEMENT
ઋષિ તળાવ વિસ્તારમાંથી ટોળાએ રેલવે પોલીસ ફાટક પાસે કર્મચારી પર પથ્થરમારો કર્યો હતો. 700 જેટલા માણસોના ટોળાએ પોલીસ લાઈન પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં સિદ્ધપુરના તત્કાલીન પી.આઈ એ.ડી. ચૌહાણે 46 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. સિધ્ધપુર કોર્ટમાં 25 વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ 2018માં પાટણ સેશન કોર્ટમાં કેસ તબદીલ કરાયો હતો.
આ પણ વાંચોઃ 'આ લુખ્ખાઓથી ડરતા નહી' કચ્છના રાપરમાં ગ્યાસુદ્દીન શેખના બેફામ બોલ!
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.