ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:35 PM, 9 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
18 ઓક્ટોબરનાં રોજ શુક્ર કરશે તુલા રાશિમાં ગોચર
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહના રાશિ પરિવર્તનનો સમય જણાવવામાં આવ્યો છે. આ ગ્રહોની ચાલનો બધી જ રાશિ પર પ્રભાવ પડે છે. 18 ઓક્ટોબર 2022નાં રોજ શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરીને પોતાની જ રાશિ તુલામાં પ્રવેશ કરશે. વર્ષ 2022ની દિવાળી પહેલા શુક્ર ગોચર 3 રાશિના જાતકોને ધન - વૈભવ તથા સુખ - સમૃદ્ધિ અપાવશે. ચાલો જાણીએ આ રાશિઓ કઈ કઈ છે, જેમના પર માં લક્ષ્મી મહેરબાન થશે.
શુક્ર ગોચરથી આ રાશિનાં જાતકોને થશે તગડો લાભ
ADVERTISEMENT
કન્યા રાશિ

શુક્રનાં તુલા રાશિમાં ગોચારથી કન્યા રાશિના જાતકોને કરિયર અને વ્યાપારમાં જબરદસ્ત લાભ થશે. આ રાશિના જાતકોને ધન લાભ પણ થશે. અણધારી રીતે મળેલા પૈસા તમને આશ્ચર્યચકિત કરી શકે છે. જે લોકોનું કામ બોલવાથી સંબંધિત છે- માર્કેટિંગ, ટીચિંગ, એન્કરિંગ, પોલિટિક્સ વગેરે તેમને ઘણો ફાયદો થઈ શકે છે. આ સમય આ લોકો માટે વિશેષ લાભ લઈને આવશે.
ADVERTISEMENT
ધનુ રાશિ

શુક્રનું રાશિ પરિવર્તન ધનુ રાશિનાં જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. ધન લાભ થવાની સાથે સાથે આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. મીડિયા, ગ્લેમર, ફેશન ડિઝાઈનિંગ સાથે જોડાયેલા જાતકોને વિશેષ લાભ થશે. તેમને સફળતા મળવાની સંભાવના છે. રોકાણથી લાભ થઈ શકે છે. આ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે.
ADVERTISEMENT
મકર રાશિ

શુક્ર ગ્રહનો સ્વરાશિ તુલામાં પ્રવેશ મકર રાશિના જાતકોને લાભ અપાવશે. તેમને દરેક કામમાં સફળતા મળશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. નવી નોકરી મળી શકે છે. પ્રમોશન - ઇન્ક્રીમેન્ટ મળવાના પ્રબળ યોગ છે. ઘર - ગાડી ખરીદી શકો છો. રોકાણ માટે સારો સમય છે. જે લોકોનું કામ પ્રોપર્ટી સંબંધિત છે, તેમને મોટો લાભ થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT