બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

logo

કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

logo

ધો. 12 સાયન્સ પછીના અભ્યાસક્રમમાં એન્ટ્રી માટેના રજિસ્ટ્રેશનની તારીખમાં ફેરફાર

VTV / Assembly election 2023 / ભારત / vasundhara raje bjp top leadership rajasthan cm face

રાજસ્થાનના સીએમ કોણ / વસુંધરા રાજેએ ઠોક્યો CM પદનો દાવો ! ભાજપ હાઈકમાન્ડને ફોન કર્યો, PM મોદી-શાહે અલગથી બેઠક કરી

Hiralal

Last Updated: 08:14 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના મુખ્યમંત્રી નક્કી કરવાની દિશામાં દિલ્હીમા ભાજપ હાઈકમાન્ડની બેઠક મળી. આ બેઠકની ઉપરાંત પીએમ મોદી અને અમિત શાહે અલગથી બેઠક કરીને સીએમના નામ પર મંથન કર્યું હતું.

  • રાજસ્થાનના સીએમને લઈને દિલ્હીમાં બેઠકનો ધમધમાટ
  • પીએમ મોદી અને અમિત શાહે અલગથી બેઠક કરી
  • વસુંધરા રાજેએ આડકતરી રીતે ઠોક્યો સીએમ પદનો દાવો 

રાજસ્થાનના સીએમને લઈને દિલ્હીમાં બેઠકનો ધમધમાટ શરુ થયો છે. ભાજપ મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષની બેઠક બાદ પીએમ મોદી અને અમિત શાહે અલગથી બેઠક કરીને સીએમના નામ પર મંથન કર્યું હતું. બેઠકોની વચ્ચે વસુંધરા રાજે આડકતરી રીતે સીએમ પદનો દાવો ઠોકી દીધો છે. વસુંધરા રાજેએ ભાજપ હાઈકમાન્ડને ફોન કરીને કહ્યું કે તેઓ પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર છે અને ક્યારેક પણ પાર્ટી લાઈનથી બહાર નહીં જાય. 

રાજે 20થી વધુ ધારાસભ્યો સાથે બેઠક કરી ચૂક્યા છે
વસુંધરા રાજેએ મુખ્યમંત્રી બનવા માટે ભાજપ પર દબાણ શરુ કર્યું છે. તેમણે 20થી વધુ ધારાસભ્યો સાથે ડિનર મીટિંગ કરી હતી. આ પછી વસુંધરા છાવણીએ દાવો કર્યો હતો કે તેમની પાસે 68 ધારાસભ્યોનું સમર્થન છે. આ ઉપરાંત કેટલાક અપક્ષો પણ તેમની સાથે હોવાનો દાવો કરાયો હતો.

રાજસ્થાનમાં સીએમની રેસમાં કોણ?
રાજ્યમાં સીએમ પદની રેસમાં ભાજપ તરફથી ઘણા ચહેરા છે. વસુંધરા રાજે સિવાય પહેલું નામ બાલકનાથ છે. તેઓ તિજારાથી વિધાનસભા પહોંચ્યા છે. આ યાદીમાં બીજું નામ જયપુર રાજવી પરિવારની રાજકુમારી દીયા કુમારીનું છે. તે બંને લોકસભાના સભ્યો છે, પરંતુ પાર્ટીએ તેમને વિધાનસભાની ચૂંટણી લડાવી હતી. 

ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી કોણ છે? ભાજપમાં મંથન તેજ
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ પાંચેય રાજ્યોમાં પાર્ટી સીએમ ચહેરા વગર જ ઉતરી હતી. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી કોણ બનશે તે મંથન ચાલી રહ્યું છે. 

પીએમ આવાસ પર ચાર કલાક બેઠક, મોદી-શાહ અલગથી મળ્યાં 
બુધવારે પીએમ આવાસ પર લગભગ ચાર કલાક સુધી બેઠક ચાલી હતી. ગૃહમંત્રી અમિત શાહ ગુરૂવારે પીએમ આવાસ પર પહોંચી ગયા છે. આ બેઠકનો બીજો રાઉન્ડ છે. આ બેઠકમાં ત્રણ રાજ્યોના સીએમ ઉમેદવારોના નામની ચર્ચા કરાઈ હતી. 

રાજસ્થાનમાં સરકાર બદલવાનો રિવાજ જળવાઈ રહ્યો 
રાજસ્થાનમાં એક રિવાજ છે કે દર પાંચ વર્ષે ત્યાં સરકાર બદલાઈ જાય છે આ વખતની ચૂંટણીમાં પણ રિવાજ બદલાયો હતો. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 199 સભ્યોની વિધાનસભામાં ભાજપને 115 સીટો પર જીત મળી હતી. આ સાથે જ કોંગ્રેસને માત્ર 69 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. રાજસ્થાનમાં આઠ અપક્ષ નેતાઓ પણ ચૂંટણી જીત્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Rajasthan Election 2023 Rajasthan Election Results rajasthan election results 2023 vasundhara raje રાજસ્થાન ઈલેક્શન રિઝલ્ટ 2023 rajasthan new cm
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ