બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / vasant classic garam masala mix of 17 healthy & pure spices is gaining market share
વસંત ક્લાસિક ગરમ મસાલા 17 પ્રકારનાં મસાલાઓનું એક એવું અનોખુ મિશ્રણ છે કે જે સ્વાદમાં એક અલગ જ તાજગી અને સુગંધ આપે છે. વસંત ક્લાસિક ગરમ મસાલા ખૂબ ઝડપથી લાખો ગૃહિણીઓની પહેલી પસંદ બની ગયું છે અને ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની જાણીતી મસાલા બ્રાન્ડ 'વસંત મસાલા'ની આ પ્રોડક્ટ છે. વસંત મસાલા 80 પ્રકારનાં અલગ અલગ મસાલાઓનાં માર્કેટમાં છેલ્લા 50 વર્ષનાં અનુભવનો વારસો ધરાવે છે.
ADVERTISEMENT
દેશ અને વિદેશમાં જાણીતી આ મસાલા બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય ધોરણો અને BRCના નિયમોનું પાલન કરતા અત્યાધુનિક પ્લાન્ટ્સમાં પેકેજ્ડ મસાલા બનાવે છે જે ISO, FSSAI, SPICE BOARD OF INDIA અને AGMARK જેવા અલગ-અલગ સર્ટિફિકેટ્સપણ ધરાવે છે અને તમામ ધારાધોરણોનું પાલન કરે છે.

ADVERTISEMENT
માર્કેટમાં કંપનીના ઝડપથી વધી રહેલા વ્યાપ અને લોકપ્રિયતા અંગેવસંત મસાલા પ્રા.લીનાCMD શ્રી ચંદ્રકાંત ભંડારી કહે છે, 'બ્રાન્ડનો 5 દાયકા જૂનો વારસો અને અમારા રેગ્યુલર અને રોજીંદા ઉપયોગનાં ઉત્પાદનો જેવા કે મરચું,હળદર, ધાણા, ધાણાજીરું વગેરેને ગ્રાહકો દ્વારા સતત મળતો સારો પ્રતિસાદ અમને 'ક્લાસિક ગરમ મસાલા' જેવા નવા ઉત્પાદનો માટે પ્રેરણા આપે છે. પેકેજ્ડ મસલાઓનું માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે અને મોટા પ્રમાણમાં ગ્રાહકો એ તરફ વળી રહ્યા છે.'વધુમાં શ્રી ચંદ્રકાંત ભંડારી કહે છે કે, ''કોવિડકાળ પછી ગૃહિણીઓ માટે પરિવારનું આરોગ્ય કેન્દ્રસ્થાને હોય છે. અમે નોંધ્યું કે પેકેજ્ડ બ્લેન્ડેડ મસાલાઓની ખપત પણ વધી છે. વર્ક ફ્રોમ હોમના કારણે વર્ક કલ્ચરમાં થયેલા ફેરફારને પરિણામે લોકોમાં ઘરે ભોજન બનાવવાનું પ્રમાણ પણ વધ્યું છે. તેના કારણે બ્લેન્ડેડ મસાલાઓની માંગ પણ વધી છે.'વસંત ક્લાસિક ગરમ મસાલા આવું જ એક ખાસ સંયોજન છે જે ઘરમાં રોજ બનતા દાળ, શાક, કઠોળ અને ફરસાણમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત તે પાવભાજી, ભેળ, સમોસા, પાણીપુરી વગેરેને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. ચંદ્રકાંત ભંડારીએ ઉમેર્યું હતું કે, 'સ્વાદિષ્ટ અને સુગંધીદાર ભોજનના રસિયાઓ વસંત ક્લાસિક ગરમ મસાલાને જ પસંદ કરે છે કારણ કે તે ભોજનને અનોખો સ્વાદ આપતા શ્રેષ્ઠ, રેડિમેડ અને જાદુઇ મસાલાઓ ધરાવે છે.'

ADVERTISEMENT
વસંત ક્લાસિક મસાલાની વિશિષ્ટતા જણાવતા તેમણે કહ્યું હતું કે તે ધાણા, વરિયાળી, કાળા મરી, તજ, જાવંત્રી, બાદીયાં, જાયફળ, એલચા, મરચું, આયોડાઇઝ્ડ મીઠું,સંચળ, હળદર, કોઠગલ, દગડ ફૂલ અને ધાણાજીરું વગેરે મસલાઓનું ખાસ મિશ્રણ છે. દક્ષિણ ભારત, ગુજરાત અને રાજસ્થાનમાં ઉગાડેલા અને નાઈજીરિયા, કોલમ્બો, વિયેતનામ અને ઈન્ડોનેશિયાથી આયાત કરેલા આ મસાલા અમે જાતે પસંદ કરેલા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત મસાલા છે જે તેની ખાસ પ્રાકૃતિક સુગંધ અને સ્વાદ ધરાવે છે. અમારી ગુણવત્તા નિયંત્રણ ટીમ દ્વારા લેબોરેટરીમાં વોલેટાઇલ ઓઇલ સ્પેસિફિક મેથડ દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે અને ત્યાર બાદ ગુણવત્તાનાં ધોરણો અનુસાર તેનું પ્રોસેસિંગ કરવામાં આવે છે.
વધુમાં શ્રી ભંડારીએ જણાવ્યું હતું કે, "સમાજના વિવિધ વર્ગોની પસંદગી અને ખરીદક્ષમતાને ધ્યાનમાં રાખીને, અમે "વસંત ક્લાસિક ગરમ મસાલા" ના વિવિધ પેક માર્કેટમાં મૂક્યા છે જેમાં 100 ગ્રામ, 200 ગ્રામ અને 500 ગ્રામના પેક અને રૂ. 5, રૂ.10, અને રૂ.20 નાં એક એવા પાઉચ પેક પણ છે. તેમની જરૂરિયાત મુજબ તેને ખરીદી શકે છે. ક્લાસિક ગરમ મસાલા ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બજારોમાં મજબૂત ડિસ્ટ્રિબ્યુશન ચેનલ દ્વારા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.''
ADVERTISEMENT
અહીં નોંધનીય છે કે, ગુજરાતના દહેગામ ખાતે વસંત મસાલા ગ્રુપના પ્લાન્ટમાં અત્યાધુનિક ટેકનોલોજી આધારિત ઉત્પાદન સુવિધા અને R&D સેન્ટર છે જ્યાં વિવિધ વસંત મસાલા ઉત્પાદનો અને વસંત ક્લાસિક ગરમ મસાલાનું ઉત્પાદન શુદ્ધતા અને ગુણવત્તાના માપદંડોના કડક પાલન સાથે કરવામાં આવે છે. જેના કારણે મસાલાનો સ્વાદ, સુગંધ અને શુદ્ધતા આખા વર્ષ દરમિયાન જળવાઈ રહે છે. અને આ રીતે અમારી બ્રાન્ડ ગ્રાહકોને આપેલો 'શુદ્ધતા ઐસી, મમતા જૈસી' એ વાયદો જાળવી રાખે છે.
વસંત મસાલા વિશે:
વસંત મસાલાની સ્થાપના 1970 માં શ્રી બાપુલાલજી ભંડારી દ્વારા ગુજરાતના નાના ગામ ઝાલોદમાં "વસંત ગૃહ ઉદ્યોગ" તરીકે કરવામાં આવી હતી. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના અન્ય પ્રદેશો તેમજ વિદેશના લાખો પરિવારો છેલ્લા 52 વર્ષથી વસંત મસાલા ઉત્પાદનોનો ખુશીથી ઉપયોગ કરે છે.
ADVERTISEMENT
વસંત મસાલાના મુખ્ય ઉત્પાદનોમાં બેઝિક મસાલા, બ્લેન્ડેડ મસાલા, આખા મસાલા, પાઉડર મસાલા અને હિંગનો સમાવેશ થાય છે. "વસંત મસાલા" નાં ઉત્પાદનો યુકે, ઓસ્ટ્રેલિયા, USA અને આફ્રિકા જેવા દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે.
વસંત મસાલાને તેની અનોખી ગુણવત્તા અને લોકપ્રિયતાને કારણે જ ઘરોમાં સ્વીકૃતિ મળી છે. વસંત મસાલા તેના ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાના મસાલા આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. વસંત મસાલા તેના સ્વાદ અને આરોગ્યપ્રદ લાભોને કારણે પાંચ દાયકાથી દરેક ગૃહિણીની પહેલી પસંદ બની ગયા છે.
ADVERTISEMENT
વસંત મસાલા વિશે તેમ જ માર્કેટિંગ કે ટ્રેડિંગ માટે વધુ માહિતી તમે કંપનીને ઈમેલ [email protected] કે પછી 079 26850140 નંબર પર કોલ પણ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.