બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara Metro train will be run at a cost of 5608 crores, entire railway network will be built in 43.2 km

મેટ્રોની ભેટ / વડોદરામાં રૂ. 5608 કરોડના ખર્ચે દોડાવાશે મેટ્રો ટ્રેન, 43.2 કિલોમીટરમાં ઊભું કરાશે આખુંય રેલવે નેટવર્ક

Priykant Shrimali

Last Updated: 01:33 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Metro Latest News: અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરાવાસીઓને પણ મેટ્રોની સુવિધા મળશે,  ટ્રાફિક સરવે અને વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ

  • વડોદરામાં રૂપિયા 5,608 કરોડના ખર્ચે મેટ્રો ટ્રેન દોડાવાશે 
  • લાઈટ અર્બન રેલ ટ્રાન્સિટ સિસ્ટમની ભેટ 
  • 43.2 કિલોમીટરમાં મેટ્રો ટ્રેનનું નેટવર્ક પથરાશે 
  • ટ્રાફિક સરવે અને વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ 

Vadodara Metro News : ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરાવાસીઓને પણ મેટ્રોની સુવિધા મળશે. વાત જાણે એમ છે કે, વડોદરામાં રૂપિયા 5,608 કરોડના ખર્ચે મેટ્રો ટ્રેન દોડાવાશે. લાઈટ અર્બન રેલ ટ્રાન્સિટ સિસ્ટમની વડોદરાવાસીઓને ભેટ મળશે. જેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેને ચર્ચા કરી છે. 

File Photo

વડોદરાવાસીઓને મેટ્રોની ભેટ 
વિગતો મુજબ વડોદરામાં 43.2 કિલોમીટરમાં મેટ્રો ટ્રેનનું નેટવર્ક પથરાશે. વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સરવે અને વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેથી હવે મેટ્રો ટ્રેન અને મલ્ટી મોડેલ ઈન્ટીગ્રેશન નેટવર્ક ઉભું કરાશે. માહિતી મુજબ નોર્થ કોરિડોર GSFCથી સુશેન સર્કલ સુધી મેટ્રો દોડશે. સાઉથ કોરિડોર કાલાઘોડાથી સુશેનથી મકરપુરા નેશનલ હાઇવે સુધી, વેસ્ટ કોરિડોર સેવાસી ગોત્રી કેનાલ રોડથી કાલાઘોડા સર્કલ સુધી અને ઈસ્ટ કોરિડોર કાલાઘોડાથી વાયા માંડવી ગેટ થઈને વાઘોડિયા ચોકડી સુધી રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Metro Vadodara Metro News મેટ્રો રેલવે નેટવર્ક વડોદરા મેટ્રો વડોદરાવાસી Vadodara Metro News
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ