બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
તેઓએ લખ્યું કે, આ વાતને શૅર કરતા પ્રસન્ન છું કે જેવરમાં નોઇડા ઇન્ટરનેશનલ ગ્રીનફીલ્ડ એરપોર્ટના વિકાસના ઉદ્દેશથી સ્વિસ કંપની જ્યૂરિચ એરપોર્ટ ઇન્ટરનેશનલ એજીને સુરક્ષા મંજૂરી મળી ગઇ છે. આ કંપની 29 નવેમ્બરે દિલ્હીની બહાર સ્થિત જેવરમાં બનવા જઇ રહેલા એરપોર્ટ માટે સૌથી વધારે બોલી લગાવનારી કંપની તરીકે ઉભરી હતી.
Glad to share that Zurich Airport International AG has got the Security Clearance for the development of the Noida International Greenfield Airport at Jewar!!
— SP Goyal (@spgoyal) May 19, 2020
🙂🙂
ADVERTISEMENT
એજી ઇન્ટરનેશનલે બીડિંગ દરમિયાન અદાણી એન્ટરપ્રાઇઝ, ડીઆઇએએલ અને એન્કોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગની બોલીને પાછળ છોડી દીધી હતી.
ADVERTISEMENT

આ પ્રોજેક્ટ અંગે ગૌતમબુદ્ધનગરના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે કાર્ય શરૂ કરવાની પ્રક્રિયા હેઠળ કંપનીએ ગૃહ મંત્રાલયની સુરક્ષા મંજૂરી માટે આવેદન આપ્યું હતું. અધિકારીઓ અનુસાર આ એરપોર્ટ 5000 હેક્ટરમાં બનાવામાં આવશે અને તેના પર અંદાજે 29,560 કરોડ રૂપિયા ખર્ચ થશે.
ADVERTISEMENT

આ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા, કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે જણાવ્યું કે જેવર એરપોર્ટનું નિર્માણ કાર્ય આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી શરૂ થઇ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.