બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Using plastic cans and plastic dishes can cause cancer

સાવધાન / ..નહીંતર ગરમ નાસ્તો કે જમવાનું આપશે કેન્સરને આમંત્રણ, આ આદતને તાત્કાલિક બદલી નાખો

Dinesh Chaudhary

Last Updated: 06:48 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Avoid using plastic: કેન્સર એક્સપર્ટે જણાવ્યું કે, જીવનમાં પ્લાસ્ટિકનો જેટલો વધુ ઉપયોગ કરીશું કેન્સર એટલી જ ઝડપથી શરીરમાં પ્રવેશી શકે છે

  • કેન્સરની બીમારીને દૂર રાખવા રહો સાવધાન
  • શું તમારા ઘરમાં કેન્સર આપતી વસ્તુ છે?
  • પ્લાસ્ટિકના ડબ્બા અને ડીશનો ઉપયોગ ટાળો


કેન્સરની બીમારી ફક્ત વ્યસન કરવા માત્રથી નથી થતી પરંતુ આપણી ખોટી ટેવ પણ કેન્સરને આમંત્રણ આપી શકે છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, બજારમાં ગરમ નાસ્તો કે જમવાનું લોકો પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીને લઈ જાય છે. તેમજ શાકભાજી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને લઈ જઈએ છે. પરંતુ દરરોજની આપણી આ આદત કેન્સરનું કારણ બની શકે છે. જે બાબતે કેન્સર એક્સપર્ટે પણ જણાવ્યું કે જીવનમાં પ્લાસ્ટિકનો જેટલો વધુ ઉપયોગ કરીશું કેન્સર એટલી જ ઝડપથી શરીરમાં પ્રવેશી શકે છે. કેન્સર એક્સપર્ટના જણાવ્યા મુજબ ગરમ પ્રવાહીના સંપર્કમાં આવતા પ્લાસ્ટિકના કણ વસ્તુઓ સાથે ભળી જાય છે. માટે જો જીવનજરૂરિયાતની વસ્તુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશું તો કેન્સરથી દૂર રહી શકાય છે.

ના હોય! હવે માત્ર 7 મિનિટમાં જ થઇ જશે કેન્સરનો ઇલાજ, આવું કરનાર પ્રથમ  દેશમાં જાણો કોનું નામ છે સામેલ / Britain's government-run National Health  Service (NHS) will be the ...

પ્લાસ્ટિકના ડબ્બા અને ડીશનો ઉપયોગ ટાળો
એક સમય હતો કે લોકો તાબાના વાસણમાં જમવાનું પસંદ કરતા હતા. પરંતુ અત્યારે લોકો પ્લાસ્ટિકના ડબ્બા અને પ્લાસ્ટિકની ડિશનો ઉપયોગ કરતા થઈ ગયા છે. કારણ કે નાસ્તાની લારીઓ કે પછી જમવાનું બનાવતી દુકાનો અને હોટલો પાર્સલ માટે પ્લાસ્ટિકની ડિશો, પ્લાસ્ટિકના ડબ્બા અને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણી હેલ્થ માટે યોગ્ય નથી. આ પ્લાસ્ટિકના કારણે કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે. આ લોકોને ખબર છે કે ગરમ જમવાનું પ્લાસ્ટિકના ડબ્બામાં ભરવું યોગ્ય નથી છતાં લોકો આ ભૂલ કરી રહ્યા છે.

વાંચવા જેવું: વનરક્ષક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાની શરૂઆત, એક ક્લિકમાં જાણો સમગ્ર પ્રોસેસ

ગરમ પ્રવાહીમાં ભળી જશે પ્લાસ્ટિકના કણ
જો આપણે બધા ગરમ જમવાનું કે નાસ્તાનો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકના ડબ્બા કે પછી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળીએ તો કેન્સર જેવી બીમારીથી બચી શકીએ છીએ. કારણ કે પ્લાસ્ટિકના ડબ્બામાં ગરમ જમવાનું રાખવાથી ડબ્બાને બનાવવામાં આવેલા કેમિકલ જમવામાં ભળી જાય છે અને તે ખોરાક સાથે સાથે શરીરમાં પ્રવેશે છે. તો કેન્સર ન થાય તે માટે શાકભાજી લેવા જતા સમયે કાપડની થેલી, જમવાનું રાખવા માટે સ્ટીલ કે, તાંબા વાસણનો ઉપયોગ કરવો જોઈએ તેવી કેન્સર એક્સપર્ટે સલાહ આપી છે

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Avoid using plastic Cancer Symptoms Cancer plastic કેન્સરની બિમારી પ્લાસ્ટિકથી કેન્સર Avoid using plastic
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ