ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / uidai issue toll free number for aadhaar card related issue save this number 1947 in your phone

કામની વાત / UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર, ફોનમાં કરી લો સેવ અને તમામ મુશ્કેલીઓ થશે ચપટીમાં દૂર

Published By: Bhushita

Last Updated: 08:24 AM, 3 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UIDAI એ ટ્વિટ કરીને કહ્યું છે કે આધાર સાથે જોડાયેલી તમામ સમસ્યાને માટે હવે એક ફોન કરી લેવાથી તે દૂર થશે. આ સુવિધા 12 ભાષામાં મળશે. આ માટે તમારે ફક્ત 1 નંબર પર ફોન કરવાનો રહેશે.

ADVERTISEMENT

  • UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર
  • મુશ્કેલીઓ થશે ચપટીમાં દૂર 
  • ફોનમાં કરી લો સેવ


જો તમને પણ આધાર સાથેની કોઈ સમસ્યા છે તો તમે તેને ચપટીમાં અને એક ફોનની મદદથી દૂર કરી શકો છો. UIDAIએ ટ્વિટ કરીને આ માટેની જાણકારી આપી છે. આ હેલ્પ લાઈન નંબર 1947 છે. આ નંબરને યાદ કરવો સરળ છે કેમકે તે એ આંકડો છે જ્યારે દેશ આઝાદ થયો હતો. આ નંબર પર ફોન ફ્રીમાં કરી શકાય છે. આખું વર્ષ આઈવીઆરએસ મોડ પર 24 કલાક સુવિધા આપે છે.  આ હેલ્પ લાઈન નંબર લોકોને આધાર નામાંકન કેન્દ્રો, નામાંકન કર્યા બાદ આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધી જાણકારી આપે છે. આ સિવાય જો કોઈનું કાર્ડ ખોવાઈ જાય છે કે પોસ્ટથી મળ્યું હોતું નથી તો આ સુવિધાની મદદથી તેની જાણકારી મળી રહે છે.  

UIDAIએ કર્યું છે ટ્વિટ
UIDAIએ ટ્વિટ કરીને આ વિશે જાણકારી મેળવી છે. આધારે કહ્યું કે આધાર હેલ્પલાઈન અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાકની સેવા આપે છે. 1947 પર કોલ કરીને આ સુવિધાનો લાભ લઈ શકાય છે. એજન્ટથી વાત કરવા માટે સોમવારથી શનિવારે સવારે 7થી રાતના 11 સુધી અને રવિવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી સુવિધા મળે છે.  

12 ભાષામાં મળે છે આ સુવિધા
આધાર સાથે જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે UIDAIએ 1947 નંબર જાહેર કર્યો છે. અહીં ફોન કરીને તમે મુશ્કેલીનો હલ મેળવી શકો છો. આ સેવા 12 ભાષા હિંદી, અંગ્રેજી, તેલૂગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, અસામી અને ઉર્દૂમાં મળી રહી છે.


 
મેલ પણ કરી શકાય છે
તમને જણાવી દઈએ કે તમે તમારી ફરિયાદની મદદથી પણ સમસ્યા રજૂ કરી શકો છો. આ માટે તમે [email protected] પર લખીને મુશ્કેલીને મોકલી શકો છો. 

UIDAI ના અધિકારીઓએ આપી જાણકારી
ઉલ્લેખનીય છે કે અધિકારી મેલને સમયાંતરે ચેક કરે છે અને સાથે લોકોની સમસ્યાનું સમાધાન લાવે છે. ફરિયાદ સેલ ઈમેલ પર જવાબ આપીને તમારી સમસ્યાને દૂર કરી શકે છે.  

વેબસાઈટની મદદથી પણ કરી શકાય છે ફરિયાદ

  • સૌ પહેલા તમારે  UIDAIની વેબસાઈટ https://resident.uidai.gov.in/ પર જવાનું રહે છે. 
  • અહીં તમારે સંપર્ક અને સમર્થનને માટે  'Ask Aadhaar' પર જવાનું રહેશે. 
  • અહીં આધાર એક્ઝીક્યૂટિવની સાથે લિંક થઈ શકાશે. તમે તેમને મુશ્કેલી કહેશો તો તેઓ તમારી મદદ કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

1947 Aadhaar Card Toll Free Number UIDAI ટોલ ફ્રી નંબર ટ્વિટ નંબર ફરિયાદ ભાષા મુશ્કેલી સમસ્યા uidai issue toll free number

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ