ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / uber driver helped social media influencer and get crore rupees as reward

ચમકી કિસ્મત / મદદ ક્યારેય એળે જતી નથી! ઉબેર ડ્રાઇવરે યુવતીને કરી મદદ, બદલામાં મળ્યું એવું કે રાતોરાત થઈ ગયો કરોડપતિ

Published By: Khyati

Last Updated: 05:25 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મદદ કરવાનો મોકો મળે તો અવશ્ય કરવી કારણ કે આપણેને પણ ખબર નથી તે કયા સ્વરુપે આપણી સાથે પાછી આવશે. સાચા મનથી મદદ કરો તો અવશ્ય ફળ મળે

ADVERTISEMENT

  • સાચા દિલથી કરી ઉબેર ડ્રાઇવરે મદદ
  • તો બની ગયો રાતોરાત કરોડપતિ
  • 23 વર્ષીય બેકા મૂરેને કરી હતી મદદ

તમે કોઇને મુશ્કેલીના સમયમાં મદદરુપ થાઓ તો આ સેવા તમને કોઇ બીજા રુપમાં ચોક્કસથી પાછી મળે છે. એટલે કે નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવા ક્યારેય વ્યર્થ નથી જતી. સાચા મનથી જો તમે કોઇને મદદ કરો તો કિસ્મત જરુરથી તમને સાથ આપે છે. ત્યારે આ કહેવત એક કેબ ડ્રાઇવર ચાલક માટે એકદમ સાચી ઠરી.  ડ્રાઇવરે મુશ્કેલીના સમયમાં એક છોકરીની મદદ કરી તોતે રાતોરાત કરોડ પતિ બની ગયો. જાણો કેવી રીતે

ઉબરના ડ્રાઇવરે કરી મદદ

અમેરિકાના કેલિફોર્નિયામાં આયોજિત કોચેલા મ્યુઝિક એન્ડ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન એક ટિકટોક ઈન્ફ્લુએન્સર મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઇ હતી. આ ફેસ્ટિવલમાં  23 વર્ષીય ઈન્ફ્લુએન્સર બેકા મૂરનું પર્સ ચોરાઈ ગયું હતું. જેમાં બેકાનું ક્રેડિટ કાર્ડ, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ હતી. આ વાતની જાણ થતા ઉબેરનો ડ્રાઇવર રાઉલ ટોરેસ બેકાની મદદે આવ્યો. તેણે બેકાનો સામાન શોધવા માટે ઘણી મદદ કરી. તે પહેલા પોલીસ સ્ટેશન લઇ ગયો.જ્યાં તેણે ફરિયાદ લખાવી અને પોલીસ સાથે મળીને ફોન શોધવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ ઘણા પ્રયાસો બાદ પણ ફોન મળ્યો ન હતો. આ પછી રાઉલ બેકાને નવો ફોન લેવા લઈ ગયો. આ સાથે તેને સ્ટારબક્સમાં કોફી પણ પીવડાવી હતી. 

 

રાઉલને આ રીતે કરોડોનો ફાયદો થયો

રાઉલ બેકાને ડિનર પર લઈ ગયો. જ્યાં બંનેએ એકબીજાના પરિવાર વિશે વાત કરી હતી. રાઉલ બેકાને તેની પુત્રીના કેન્સર વિશે જણાવ્યું તો બેકા તેને મદદ કરવા માટે તૈયાર થઇ ગઇ. કારણ કે બેકાને રાઉલે ઘણી મદદ કરી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી રાઉલ માટે ભંડોળ એકત્ર કરવાનું શરુ કર્યું . એને ધીરે ધીરે તેના ફોલોઅર્સે 2 લાખ 40 હજાર ડોલર એટલે કે 1 કરોડ 86 લાખ રુપિયાનું દાન કર્યું.


બેકા મૂર કોણ છે?

બેકા મૂર અમેરિકાની 23 વર્ષની લોકપ્રિય ટિક ટોક ઈન્ફ્લુએન્સર છે. ટિક ટોક પર તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. કેલિફોર્નિયામાં કોચેલા મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન બેકાનું પર્સ ચોરાઈ ગયું હતું. આ પછી, તે બીજા દિવસે સવારે ઉબેર કેબમાં હોટેલથી નીકળી ગઈ. રસ્તામાં, બેક્કાએ ડ્રાઈવર રાઉલને બધી વાત કહી, ત્યારબાદ રાઉલે તેની મદદ કરી.

સંકળાયેલા મુદ્દાઓ

1.5 કરોડ Uber Driver becca moore ઇન્ફ્લુએન્સર બેકા મૂરે મદદ America

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ