ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / U19 semifinal between india and australia is on wednesday

ક્રિકેટ / આજે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સેમિફાઇનલ, કઇ ટીમના જીતવાના ચાન્સ વધારે? જાણો રસપ્રદ માહિતી

Published By: Jaydeep Shah

Last Updated: 03:17 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર 19 વિશ્વ કપના સેમિફાઇનલમાં બુધવારે મુકાબલો થશે. જીતવવાળી ટીમ ઈંગ્લેન્ડ સાથે ફાઇનલ રમશે.

ADVERTISEMENT

  • ભારત સતત ચોથી વાર સેમિફાઇનલમાં 
  • ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે સેમિફાઇનલ. 
  • જીતવાવાળી ટીમનો ઈંગ્લેન્ડ સાથે ફાઇનલમાં મુકાબલો થશે. 

ભારત તથા ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ટીમ અંડર 19 વિશ્વ કપના સેમિફાઇનલમાં બુધવારે એકબીજાની સામે હશે. 4 વાર ચેમ્પિયન ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 45 રનથી હાવીને ટુર્નામેંટમાં આગળ વધી. ત્યાર બાદ ઘણા ખેલાડીઓના સંક્રમિત થયા બાદ આયર્લેન્ડ વિરુદ્ધ ઘણી મુશ્કેલીથી 11 ખેલાડીઓ એકઠા  થઈ શક્યા. યુગાંડા વિરુદ્ધ છ રિઝર્વ ખેલાડીઓને મેદાન પર ઉતારવામાં આવ્યા. ભારતીય ટીમે જોકે આયર્લેન્ડ તથા યુગાંડા બંનેને હરાવ્યા તથા ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને માત આપી. હવે ભારત પાસે મજબૂત ટીમ છે તથા નિશાંત સિંધુ પણ સંક્રમણથી સાજા થઈ ચૂક્યા છે. 

હવે સામે ઓસ્ટ્રેલિયા જએવી મજબૂત ટીમ છે. ભારતનું મનોબળ એ વાત વધ્યું હશે કે કોરોનાથી ઝઝૂમતા હોવા છતાં બધી મેચ જીતીને તે અંતિમ ચાર સુધી પહોંચ્યું. ભારત સતત ચોથી વાર સેમિફાઇનલ રમશે. ભારત પાસે હરનૂર સિંહ, અંગકૃષ રઘુવંશી, રાજ બાવા સિવાય કપ્તાન યશ ઘુલ તથા રશીદ જેવા બેટ્સમેન છે. ઘુલે પહેલા મેચમાં 82 રણ બનાવ્યા હતા. બોલિંગમાં રવિ કુમારે બાંગ્લાદેશ વિરુદ્ધ 5 ઓવરમાં 14 રન દઈને ત્રણ વિકેટ લીધી હતી. ઝડપી બોલર રાજવર્ધન હંગરગેકર, સ્પિનર વિકી ઓસ્તવાલ તથા કૌશલ તાંબે સાથે મધ્યમ ઝડપી બોલર બાવા પર નજર હશે. 

બે વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું. તેમની પાસે શાનદાર સલામી બેટ્સમેન તીગ વીલી છે જેમને અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાન વિરુદ્ધ તેમણે 71 બોલમાં 97 રન બનાવ્યા તથા ભારતને તેમના બેટિંગ પર અંકુશ લગાવવો પડશે. અઅ મુકાબળાને જિતવાવાળી  ટીમ ફાઇનલમાં ઈંગ્લેન્ડ સાથે મુકાબલો કરશે. ઇંગ્લેન્ડે અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 

ભારત: યશ ધુલ(કપ્તાન), શેખ રાશિદ, દિનેશ બાના, રાજ બાવા, અનીશ્વર ગૌતમ, રાજવર્ધન હેંગારગેકર, હરણૂર સિંહ, માનવ પારખ, વિકી ઓસતવાલ, અંગકૃષ રઘુવંશી, રવિ કુમાર, ગર્વ સાંગવાન, સિદ્ધાર્થ યાદવ, નિશાંત સિંધુ, કૌશલ તાંબે તથા આરાધ્ય યાદવ 

ઓસ્ટ્રેલિયા: કૂપર કોનોલી(કપ્તાન), હરકીરત બાજવા, એડન કાહિલ, જોશુઆ ગાર્નર, આઈજેક હિંગિસ, કેંપબેલ કેલાવે, કોરી મિલર, જેક નિસ્બેટ, નિવેથન રાધાકૃષ્ણન, વિલિયમ શાલ્જમેન, લછલન શો, જેક સિનફીલ્ડ, ટોબિયાસ સ્નેલ, ટોમ વ્હિટની, ટીગ વિલી 

સંકળાયેલા મુદ્દાઓ

Australia India U19 World Cup ઓસ્ટ્રેલિયા ભારત sports

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ