ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:51 PM, 26 January 2025
ADVERTISEMENT
3 જાન્યુઆરીએ એક ખાનગી બસ થમરનકોટ્ટાઈથી પટ્ટુકોટ્ટાઈ જઈ રહી હતી. આ દરમિયાન બસ થોડી ધીમી પડી હતી અને ભરત નામનો યુવક બસમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જો કે ત્યારે જ એક સરકારી બસ ખાનગી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા ડાબી તરફ વડી ગઈ હતી. આ ઓવેરટેકના ચક્કરમાં યુવક બંને બસ વચ્ચે એવો ફસાયો કે વાત ના પુછો.
ADVERTISEMENT
తమిళనాడు - పట్టుకొట్టాయ్స్లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలతో బైట పడ్డ వ్యక్తి. pic.twitter.com/rwUON3xnQk
— greatandhra (@greatandhranews) January 3, 2025
ભરત બે બસ વચ્ચે ફસાઈ ગયો કે પોતાનું બેલેન્સ ગુમાવી બેસ્યો. શરીર નિયંત્રણમાં ન રહ્યું અને તે જમીન પર પડી ગયો. આ અકસ્માત ખાનગી બસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો અને હવે વાયરલ થયો છે. જો બસ સહેજ પણ ભટકાઈ હોત તો યુવકે જીવ ગુમાવ્યો હોત.
ADVERTISEMENT
વધુ વાંચો: PM આવાસ યોજનાની સહાય મેળવવા ક્યાં અને કેવી રીતે અરજી કરવી? જાણો વિગતે
વીડિયોમાં જોઈ શકાય છે કે, ભરતે સફેદ શર્ટ પહેર્યો છે અને તે રોડની બાજુમાં ઉભો છે. આ દરમિયાન એક ખાનગી બસ ધીમી પડતાં ભરત તેમાં ચઢવા માટે આગળ વધ્યો હતો, પરંતુ તે દરમિયાન પાછળથી એક સરકારી બસ આવી હતી. જેના કારણે ભરત સરકારી બસ સાથે અથડાય છે.
ADVERTISEMENT

ખાનગી બસ અને સરકારી બસ વચ્ચે બહુ ઓછી જગ્યા હતી. જેના કારણે ભરત જમીન પર પડી ગયો હતો. જોકે તે ચમત્કારિક રીતે બચી ગયો હતો અને તેને કોઈ મોટી ઈજા થઇ ન હોતી.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો